ધરમપુર: આજરોજ પ્રાંત અધિકારીશ્રી ધરમપુર મારફત કલેક્ટર શ્રી વલસાડને વાપી શામળાજી નેશનલ 56 પર ધરમપુર થી વાંસદા રોડ પર આસુરા બિરસામુંડા સર્કલ થી કાકડકુંવા તરફ, બિરસામુંડા સર્કલ થી વાંસદા તરફ અને કરંજવેરી ફાટક થી વડપાડા તરફ રોડ અતિ બિસ્માર હાલતમાં હોવાથી રસ્તા રોકો આંદોલન કરવા બાબત ની જાણ કરવામાં આવી હતી.

જુઓ વિડીયો..

કલ્પેશ પટેલ Decision News સાથે વાત કરતાં જણાવે છે કે વાપી શામળાજી નેશનલ 56 પર ધરમપુર થી વાંસદા રોડ પર આસુરા બિરસામુંડા સર્કલ થી કાકડકુંવા તરફ, બિરસામુંડા સર્કલ થી વાંસદા તરફ અને કરંજવેરી ફાટક થી વડપાડા તરફ રોડ બાબતે વારંવારની રજુઆત છતાં છેલ્લા ઘણા સમયથી આ રોડ અતિ બિસ્માર હાલત માં હોઈ વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ પડતી હોય વારંવાર લોકો અકસ્માતનો ભોગ ભોગ બની રહ્યા છે. અનેકવાર સ્થાનિક થતા ઉચ્ચ કક્ષાએ અપક્ષ તાલુકા પંચાયત ના સભ્ય તરીકે રજુઆત બાદ પણ કોઈ નિરાકરણ ન આવતા અમારી આદિવાસી વિસ્તારની પ્રજા ની માંગણીને ધ્યાને લઇ પ્રજાના ચૂંટાયેલ પ્રતિનિધિ તરીકે મારી ફરજના ભાગરૂપે મારી જરૂઆતને ધ્યાને લઇ રસ્તાઓનું યોગ્ય સમારકામ ન થાય તો ન છૂટકે મારે ધરમપુર થી વાંસદા રોડ પર કરંજવેરી ફાટક પાસે રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડશે.

વધુમાં કહ્યું કે આ આંદોલન ની તમામ જવાબદારી હાઇવે ઓથોરિટીની રહશે જેની જાણ સ્ટેટ હઇવે કાર્યપાલક ઈજનેરશ્રી ધરમપુર,નેશનલ હાઇવે સબડિવિઝન, વલસાડને કરવામાં આવી હતી.