ડાંગ: સાપુતારા ઘાટ માર્ગમાં અકસ્માત અમદાવાદથી નાસિક જતી GRST બસ ટ્રકને ઓવર ટેક કરતાં સામેથી પુર ઝડપે આવતી ક્રૂઝર જીપ સાથે સામ સામે ભટકાતાં અકસ્માત સર્જાયો હતો. 12 પેસેન્જરો ભરેલી ક્રૂઝર જીપ ડાંગ જિલ્લાના માનીતા દર્શન સ્થળ મોટા દેવ ખાતે દર્શન માટે જઈ રહી હતી. ત્યારે અર્ધા રસ્તે વચ્ચે જ જીપને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં જીપમાં સવાર પેસેન્જરોને નાની મોટી ઇજા થઈ હતી. જેઓને સારવાર માટે શામગહાન CHC ખાતે 108 મારફતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં તત્કાલિક સાપુતારા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અકસ્માતની તપાસ હાથ ઘરી હતી.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ મળતી માહિતી મુજબ GSRTC બસ નંબર GJ 18 Z 8059ના ડ્રાઈવર ભાવેશકુમાર કાનજી ભાઈ આહીર (રહે. ભરવાડવાસ, ગુપ્તા નગર, વાસણા, અમદાવાદ) અને ક્રુઝર તુફાન જીપ નંબર MH 15 AS 5495ના ડ્રાઈવર પ્રકાશભાઈ જયરામભાઈ ગાયકવાડ (રહે. મુ. બાળવઝર પો. શ્રીભુવન તા. સુરગાણા જી. નાશિક) આ બન્ને ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં જીપમાં બેઠેલા અલગ અલગ કુટુંબના સભ્યો સિંગારવાડીથી મોટા દેવ ખાતે દર્શન માટે જઈ રહ્યા હતા. ત્યારે અકસ્માતમાં 8 જેટલા લોકોને ઈજા થવા પામી છે. જ્યારે બસમાં સવાર પેસેન્જરોનો આકસ્મિક બચાવ થયો છે.
ઈજા પામનારની વિગત
1. કાશીનાથ તાનાજી ચૌધરી – ખિરાડ
2. વિજય કાશીનાથ ચૌધરી – ખિરાડ
3. જય રામ કિશન પવાર – મધુવન
4. સંગીતા દત્તુ ઠાકરે – સિંગારવાડી
5. દમયંતી પ્રકાશ માહલે – સિંગારવાડી
6. દયા રતન માહલે- સિંગારવાડી
7. પ્રકાશ રતન માહલે- સિંગારવાડી
8. ઈન્દુ જયરામ ગાયકવાડ – બાળવઝર