પારડી: વલસાડ જિલ્લા ઉપરવાસ કપરાડા તાલુકામાં ભારે વરસાદના કારણે જિલ્લાની તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. ભારે વરસાદના કારણે પારડી તાલુકાના અરનાલા પાટી ગામ નજીક કોલક નદીના પાણી કોઝવે પર ફરી વળ્યાં છે.
જુઓ વિડીયો..
પુલિયાના ઓવર ફ્લો થવાના લીધે આથી અનેક માર્ગે સંપર્ક કપાયો છે. ભારે વરસાદના કારણે કોલક નદી કોઝવે પર પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વલસાડ જિલ્લામાં વરસાદ ના કારણે જન જીવન પ્રભાવિત થયું છે. આ ઉપરાંત વલસાડની તમામ નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે.