ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના માણેકપોર ગામે આંગણવાડીમાં વરસાદી પાણી ભરાઈ જતા ભૂલકાઓ ઘરના ઓટલા પર ભણવા મજબૂર બન્યા હતા. આંગણવાડી માં વરસાદી ચીખલી તાલુકા ભાજપના યુવા મોરચા મંત્રી મનીષભાઇ પટેલ તથા માણેકપોર ગામ ના ડેપ્યુટી સરપંચ અબ્દુલ ભાઇ તથા ગ્રામપંચાયતના સભ્ય સોનલ બેન સ્થળ પર પહોંચી જઈ પાણી નિકાલ માટે યોગ્ય કામગીરી કરી હતી.

સ્થાનિક અગ્રણી મનીષભાઈ પટેલ ના જણાવ્યા અનુસાર માણેકપુર ગામમાં આંગણવાડી નજીક ગૌચરની જગ્યામાં પંચાયત દ્વારા પાણીની ગટર લાઇન બનાવી જે ગટર લાઇન જર્જરિત થતાં બાજુમાં આવેલ આંગણવાડી અને શાળામાં વરસાદી પાણી ભરાય જતા બાળકો જીવના જોખમે વરસતા વરસાદમાં બાજુના ઘરના ઓટલા પર બેસી ભણવા મજબૂર બન્યા હતા.

કોઈ મોટી દુર્ઘટના નહિ બને એ માટે તંત્ર અને ગ્રામ પંચાયત યોગ્ય પગલાં લેશે કે કેમ કે પછી ગંભીર દુર્ઘટનાની રાહ જોવાઇ રહી છે કે સુ..? એક બાજુ ગુજરાત રાજ્યમાં ચાંદીપૂરા ના શંકાસ્પદ કેસોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે માણેકપુર ગામની આંગણવાડીમાં ગટરના વરસાદી પાણી ભરાય જતા ચિંતા નો વિષય છે.