ઝી24 કલાક ફોટોગ્રાફ્સ

નવસારી: થોડા દિવસ પહેલા પાણી પુરવઠાના સમગ્ર કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા 14 જેટલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યા છે. જે પૈકી ત્રણ મહિલા સહિત 10 ની ધરપકડ કરવામાં આવી છે. અને આરોપીઓને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાં કોર્ટે 14 દિવસના રિમાન્ડ સામે નવ દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા.

CID ક્રાઈમમાં ફરિયાદ કરનાર કાર્યપાલક ઇજનેર જતીન પટેલે આ કૌભાંડ મામલે જણાવ્યું કે, પ્રોજેક્ટ કોસ્ટ કરતાં વધુ રૂપિયાની ડિમાન્ડ આરોપીઓ દ્વારા કરવામાં આવી હતી જેને લઈને તેમના દ્વારા આ સમગ્ર પ્રોજેક્ટ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ કરવામાં આવતા આ રીતના કોઈપણ પ્રકારના પ્રોજેક્ટ ચાલતા ન હોવાનું સામે આવ્યું હતું. જેથી આ અંગે સીઆઈડી ક્રાઇમમાં પણ અરજી કરવામાં આવી હતી. સીઆઈડી ક્રાઈમની ટીમ દ્વારા જાન્યુઆરી મહિનાથી આ સમગ્ર કૌભાંડ અંગે તપાસ કરવામાં આવી રહી હતી. આ આરોપીઓ દ્વારા અત્યાર સુધી 163 જેટલા બીલો મૂકવામાં આવ્યા હતા જે પૈકી 94 જેટલા બિલની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 90 જેટલા બીલ પર કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હોવાનું સામે આવ્યું હતું.

આરોપીઓના નામ
1. દલપત પટેલ
2. રાજેશ ઝા
3. શિલ્પા કે રાજ
4. પાયલ એન બંસલ
5. રાકેશ પટેલ
6. જગદીશ પરનાર
7. ચિરાગ પટેલ
8. મિતેશ નરેન્દ્ર શાહ
9. જ્યોતિ શાહ
10. મોહમ્મદ નૂલવાળા
11. નરેન્દ્ર શાહ
12. તેજલ શાહ
13. ધર્મેશ પટેલ

નવસારી પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા કોભાંડ વિશે જળ મંત્રી મુકેશ પટેલે નિવેદન આપતા કહ્યું છે કે નવસારીમાં અમારા વિભાગના અધિકારીઓ ગેરરીતિ કરી રહ્યા હતા અમે જવાબદાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા છે. 132 જેટલા કામો અંગે તપાસ કરાતા 109 કામ સ્થળ પર જોવા મળ્યા ન હતા. પ્રાથમિક 5.38 કરોડ કૌભાંડ અંગે જાણકારી મળી હતી.

નવસારીની પાણી પુરવઠાની પેટા કચેરી બીલીમોરાના અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરોની મીલીભગતમાં ગણદેવી ચીખલી અને વાંસદા તાલુકાના ગામડાઓમાં પાણી પુરવઠાની યોજનાઓ બનાવી ક્યાંક અધૂરું તો ક્યાંક કાગળ ઉપર કામ દર્શાવીને પાંચ કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે. અમલસાડના વિકાસ ફળિયા, ગામતળ ફળિયા અને મંદિર ફળિયામાં કુલ 18 લાખથી વધુના ત્રણ કામો મંજૂર કરાયા હતા અને એક વર્ષ અગાઉ તેની શરૂઆત થઈ હતી. પરંતુ કૌભાંડી અધિકારીઓએ કોન્ટ્રાક્ટરો સાથે મળી આ કામો પૂર્ણ જ કર્યાં ન હતા અને બારોબાર 18 લાખથી વધુની રકમ બિલ પેટે ચૂકવી દેવામાં આવી હતી. પાણી પુરવઠાની યોજના ગ્રામ પંચાયતે પાંચી હતી પરંતુ દાંદરાપાર જૂથ યોજના હેઠળ શરૂ થયેલા કામ મુદ્દે ગ્રામ પંચાયતને કોઈ જાણ ન હતી. એજન્સી સીધી આવી અને કામ શરૂ કર્યા હતા. ગ્રામ પંચાયત દ્વારા કોઈ કમ્પ્લિસન સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું નથી. જેથી નવસારી જિલ્લામાં પાણીના માટે ખર્ચાયેલા લાખો કરોડો રૂપિયા અધિકારીઓ કોન્ટ્રાક્ટરની મદદથી ચાઉ કરી ગયા હોય એવી સ્થિતિ સ્પષ્ટ થાય છે.

નવસારીની બીલીમોરા પાણી પુરવઠા કચેરી દ્વારા સાત એજન્સીઓને 90 કામ આપીને નવ કરોડથી વધુનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. બીલીમોરા સુરત અને વલસાડની સાત એજન્સીઓના કોન્ટ્રાક્ટરોને આદિવાસી વિસ્તારમાં પાણી યોજનાના નવીનીકરણ માટેની કામગીરી આપી હતી. જેમાં ક્યાંક કામ અધૂરા છે. તો ક્યાં કાગળ ઉપર જ છે. ખોટા બીલો મૂકીને સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે.