કપરાડા: જેમાં નવા ચૂંટાયેલા સાંસદ ધવલ પટેલ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી જિલ્લાના પ્રભારી તેમજ યુવા મોરચા સંગઠનના સભ્યો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત રહેલા તમામ હોદ્દેદારોએ આગામી રણનીતિ તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા વધુમાં વધુ સંગઠન કઈ રીતે મજબૂત બનાવી શકાય તે અંગે જાણકારી આપી હતી એટલું જ નહીં શિક્ષિત અને યુવા સંસદ દ્વારા સમગ્ર જિલ્લાના લોકોને સ્પર્શ કરતા અનેક પ્રશ્નોનું નિરાકરણ લાવશે તે અંગે ખાતરી પણ આપી હતી. આજે વાપી તાલુકા સંગઠન કપરાડા તાલુકા સંગઠન ના સભ્યો દ્વારા નવા ચૂંટાયેલા સાંસદ ધવલ પટેલનું પુષ્પગુચ્છ આપી સાલ ઓડાવી સન્માન કરવામાં આવી હતી આ પ્રસંગે નવા સાંસદ ધવલ પટેલે ખાતરી આપી હતી કે તેમના દ્વારા કપરાડા વિસ્તારના તમામ પ્રશ્નો જેવા કે રોડ રસ્તા અને પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે તેઓ એક દિલ્હી સુધી ઉચ્ચ સ્તરે રજૂઆત કરશે તેમજ તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ થાય અને લોકોને પીવાનું પાણી મળે એમ જ રોડ રસ્તા ઉમદા પ્રકારના બને અને લોકોને ઉત્તમ સુવિધા મળે તે માટે તેઓ વ્યક્તિગત ધ્યાન આપશે એવું તેમણે જણાવ્યું હતું આજે મોટી સંખ્યામાં કાર્યકરો થી હોટલ નો હોલ ખીચો ખીચ ભરાઈ જવા પામ્યો હતો.