ઉમરગામ: સંજાણના આદિવાસી પરિવારના દીકરાની હત્યા બાદ ન્યાય મેળવવા ઝંખતું પરિવારને મળીને કે સોશિયલ મીડિયાના માધ્યમથી નેતાઓ મુલાકાત કરીને પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યા હોવાના દેખાય રહ્યું હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે.
લોકો કહે છે કે પહેલા કોંગ્રેસના અનંત પટેલે આ આદિવાસી યુવકના હત્યાને લઈને પરિવારને મળ્યા બાદમાં ન્યાય મેળવવા સંજાણ બંધની જાહેરાત કરી સત્તા સામે સવાલો ઉભા કરવાનો પ્રયાસ કર્યો તો બીજી તરફ ભાજપના સાંસદ ધવલ પટેલે પણ સોશ્યલ મીડિયાના માધ્યમથી પરિવાર સાથે વાત કરી અને ન્યાય મેળવવા માટે હંમેશા તેમની સાથે ઉભા રહેવાની ખાતરી આપી અને આજે તેઓ કાર્યકરો સાથે પરિવારને મળવાની જાહેરાત પણ કરી ચૂકયા છે.
સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓમાં ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે કે સાલું એ નથી સમજાતું કે ઉમરગામમાં ધારાસભ્ય ભાજપના, વલસાડમાં સાંસદ ભાજપના, ગુજરાતમાં ભાજપની સત્તા છે. દાદરા નગર હવેલીમાં સત્તા ભાજપની છે. હવે સત્તામાં ખુદ હોવા છતાં આપણા આદિવાસી નેતાઓ આદિવાસી યુવકને ન્યાય કેમ નથી અપાવી શકતા, કેમ હત્યામાં આરોપીઓને સજા નથી મળતી, કેમ રાજકારણ કરી મામલાને ઠંડો પડાઈ રહ્યો છે.
મૃતકના પરિવારોને મળીને કે મળવા પહેલા આ સોશિયલ મીડિયાના માધ્યમથી કોંગ્રેસ અને ભાજપના નેતાઓ રાજકીય દેખાવો કરી રહ્યા છે. પરિવારજનો સાથે ન્યાયની લડતમાં ઊભું રહેવું એ દરેકનું કર્તવ્ય છે. પણ હાલમાં જે રીતે આ આદિવાસી યુવકની હત્યાને રાજકીય રંગ અપાય રહ્યો છે તે બિલકુલ યોગ્ય નથી એમ સામાજિક આગેવાન લોકોનું કહેવું છે