વાંસદા: પ્લાસ્ટિક કપ સ્વાસ્થ્ય માટે સારા નથી એમ માની આપણે પેપર કપનો ઉપયોગ કરીએ તે કેમિકલ ફ્રી એમ માની આપણા સ્વાસ્થ્ય સલામતી માટે આપણે હવે ગરમ પાણી- પીવા કે ચા-કોફી પીવા માટે કાગળના કપ ઉપયોગ કરતાં થઇ ગયા છે ત્યારે શું પેપર કપનો ઉપયોગ આપણા સ્વાસ્થ્ય માટે ખરેખર સલામત છે ખરો.. શું એનાથી કેન્સર જેવી ગંભીર બીમારી થઇ શકે છે ? આવો જાણીએ Decision News પર..
પેપર કપ કેન્સરનું કારણ બને છે રીસર્ચ..
એક રીસર્ચ રીપોર્ટ પ્રમાણે કાગળના બનેલા કપનો ઉપયોગ સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર કરે છે. અને કાગળમાંથી બનેલા કપ માટી અને પ્રકૃતિને બગાડે છે એ તો અલગથી.. તબીબોના જણાવ્યા અનુસાર ડિસ્પોઝેબલ કપમાં બિસ્ફેનોલ અને બીપીએ કેમિકલ મોટી માત્રામાં હોય છે. જ્યારે લોકો આ કપમાં યા કે ગરમ પાણી પીવે છે ત્યારે તેમાં રહેલા રસાયણો તેમાં ભળવા લાગે છે. આ પ્રક્રિયામાં રસાયણો પેટમાં પ્રવેશે છે અને કેન્સરનું કારણ બની શકે છે. ડિસ્પોઝેબલ કપમાં ક્યારેય ગરમ પાણી કે ચા ન પીવી જોઈએ, તેનાથી શરીરને ઘણું નુકસાન થાય છે. લોકોને લાગે છે કે પેપર કપમાં કોઈ નુકસાન નથી પરંતુ તેને બનાવવામાં BPA કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. આ વધુ ખતરનાક છે.
પેપર કપ કેમ ખતરનાક..
પેપર કપમાં કેમિકલ ઉપરાંત માઇક્રોપ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. આ માઇક્રોપ્લાસ્ટિક્સ અને રસાયણો થાઇરોઇડ રોગનું જોખમ વધારે છે. જો ઘણા વર્ષો સુધી પેપર કપમાં તમે ગરમ પાણી કે ચા- કોફી પીવો છો તો કેન્સરનું જોખમ વધી જાય છે.
સ્ટીલના કપ અથવા કુલ્હડનો ઉપયોગ કરો
પાણી પીવા માટે પ્લાસ્ટિક કે કાગળના કપનો ઉપયોગ ન કરી સ્ટીલ કે માટીના કપનો ઉપયોગ કરવો જોઈએ. માટીના કપમાં ચા પીવાના ઘણા ફાયદા છે. આમાં ચા પીવી જોઈએ. તે હાડકા માટે ખૂબ જ ફાયદાકારક છે.
નોંધ: સમાચારની Decision News આની પુષ્ટિ કરતુ નથી. તબીબોની સલાહ લેવી.