વાંસદા: પ્રજ્ઞાસૌરભ માધ્યમિક શાળા મનપુર વાંસદામાં જ્યાં હમેશા બાળકોના તંદુરસ્ત શિક્ષણની સાથે તમામ બાળકોના મન અને તન સ્વસ્થ રહે તે માટે પણ હંમેશા શાળા તત્પર હોય છે. ત્યારે શાળામાં ભણતા તમામ બાળકોનું શુભમ નેત્રસેવા ટ્રસ્ટ સીતાપુરના સહયોગથી નેત્રચિકિત્સાનું આયોજન કરવામાં આવ્યું હતું

આ નેત્રચિકિત્સા કાર્યક્રમમાં Decision News ને મળેલી માહિતી મુજબ કુલ 512 જેટલા બાળકોના આંખની તાપાસ કરી જેમની દ્રષ્ટિમાં ખામી જણાઈ એમને ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ શુભ અવસરે શાળાના આચાર્ય શ્રી રમણભાઈ થોરાતે શુભમ નેત્રસેવા ટ્રસ્ટ સીતાપુરની આવી સેવા લક્ષી ઉમદા કામગીરીને બિરદાવી કૃતજ્ઞતા કૃતવ્યક્ત કરી હતી.

આ પ્રકારના કાર્યક્રમો બહુલક આદિવાસી લોકોની વસ્તી ધરાવતા વિસ્તાર વાંસદા તાલુકામાં આવેલ બધી જ પ્રાથમિક શાળામાં જો કરવામાં આવે તો આદિવાસી બાળકોને આંખોને લઈને જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવી શકાય એમ છે એમાં બેમત નથી. ટ્રસ્ટની આ પ્રવૃત્તિની મનપુરવાસીઓ પ્રસંશા કરી રહ્યા છે.