ધરમપુર: લોકશાહીમાં ચૂંટણી મહત્વનું અંગ છે. વિદ્યાર્થીઓ લોકશાહી વિશે, ચૂંટણીની પ્રક્રિયા વિશે અભ્યાસના ભાગરૂપે શીખે છે …પરંતુ વાસ્તવિક રૂપમાં ચૂંટણીનો માહોલ ઊભો કરવાથી વિદ્યાર્થીઓની સમજ સ્પષ્ટ બને.. વિદ્યાર્થીઓ આવતીકાલના નાગરિકો છે, મતદાતાઓ છે.. એમના માટે આ પ્રક્રિયા સમજવી જરૂરી છે ,એ હેતુને લઈને આજે ધરમપુર માલનપાડા મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થી બાલ સાંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું.
Decision News ને મળેલી માહિતી મુજબ બાળ સાસંદની ચૂંટણી માટે આબેહૂબ બુથ ઊભું કરવામાં આવ્યું. પોલીસ ગાર્ડ ,બીએલઓ, પ્રિસાઇડિંગ ઓફિસર, પોલીંગ સ્ટાફ, મત કુટીરથી લઈ આબેહૂબ ચૂંટણીની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને જોડવામાં આવ્યા, ચૂંટણી અગાઉ ઉમેદવારોએ પ્રચાર પ્રસાર કર્યો. આ બાલ સાંસદ ચૂંટણીની વિશિષ્ટતા એ હતી કે સંપૂર્ણ પ્રક્રિયા ટેકનોલોજીના માધ્યમથી કરવામાં આવી ..જેમાં બેલેટ આપવા માટે, મત આપવા માટે તેમજ ગણતરી માટે પણ મોબાઈલ એપનો ઉપયોગ કરવામાં આવ્યો.
બાલ સાંસદ ચૂંટણીના આયોજકો મીરાબેન અને દિપાલીબેન અને હાર્દિકભાઈએ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. સૌ સ્ટાફ અને વિદ્યાર્થીઓના સહકારથી બાલ સાંસદની ચૂંટણી ખુબ સરસ રીતે પૂર્ણ થઈ. શાળાના આચાર્ય ડૉ.વર્ષાબેન પટેલ સૌને અભિનંદન આપ્યા હતા.

