નવસારી: જિલ્લાના બીલીમોરામાં પાણી પુરવઠા વિભાગના ક્લાસ -1 અધિકારી સહિત 10 લોકોની સુરત CID ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ અંગે મળતી માહિતી મુજબ 5 કરોડ 48 લાખની ઉચાપત કેસમાં આ તમામની ધરપકડ કરવામાં આવી છે.
જુઓ વિડીઓ..
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ બીલીમોરામાં પાણી પુરવઠા વિભાગમાં કામના ખોટા બીલો રજૂ કરીને સરકારી તિજોરી માંથી 5 કરોડ 48 લાખની ઉચાપત કરવામાં આવી છે. આ કેસની તપાસ કરી રહેલી સુરત CID ક્રાઈમે બીલીમોરા પાણી પુરવઠા વિભાગના દલપત પટેલ, રાજેશ ઝા, શિલ્પા કે રાજ, પાયલ એન બંસલ, રાકેશ પટેલ, જગદીશ પરનારા, ચિરાગ પટેલ, મિતેશ નરેન્દ્ર શાહ, જ્યોતિ શાહ, મોહમ્મદ નુલવાળા, નરેન્દ્ર શાહ, તેજલ શાહ અને ધર્મેશ પટેલ સહિત 4 અધિકારીઓ અને 5 કોન્ટ્રાક્ટરસધરપકડ કરી આ તમામને જજના નિવાસસ્થાને રજૂ કરીને સુરત CID ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, નામદાર જજે આ તમામ આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.