વ્યારા: ગત ચોમાસામાં વરસાદમાં બેઘર બનાવેલા પરિવારો માટે મહેસુલ વિભાગના આદેશ બાદ પણ તાપી જીલ્લા તંત્ર અને નગરપાલિકાની ઘોર ઊદાસીનતા સામે હવે બેઘર પરિવારો માટે સંઘર્ષ કરતા એક અવાજ – એક મોર્ચા લોકસંગઠનના અધ્યક્ષ રોમેલ સુતરિયા , વ્યારાની વિદ્વાન વકીલ શ્રી નિતિન પ્રધાન , આદિવાસી આગેવાન એડ. જીમી પટેલ તથા અન્ય નાગરિક આગેવાનો તેમજ શંકર ફળિયાના એક અવાજ – એક મોર્ચા સાથે જોડાએલા તાપી જીલ્લા તંત્રના અમાનવીય ડિમોલીશનનો ભોગ બનેલા નાગરિકો ની ગત રોજ એક બેઠક મળી હતી.

જે બેઠકમાં ઉચ્ચ કક્ષા સુધી સતત રજુઆતો અને જીલ્લા તંત્રને સુચના બાદ પણ તંત્રની ઘોર ઊદાસીનતા હોવાની ચર્ચા લોકોએ રજુ કરી હતી. મહેસુલ વિભાગ સરકાર દ્રારા બેઘર પરિવારો માટે વૈકલ્પિક જમીન ફાળવી આપવા સુચના બાદ પણ જમીન ના ફાળવનાર નગરપાલિકા તેમજ તાપી જીલ્લા તંત્રની ગરીબો પ્રત્યેની નફરત ઊડીને આંખે વળગે તેમ છે સાથે જ ગરીબ બેઘર નાગરિકો પ્રત્યે ની સરકારની સંવેદનશીલતાની પોલ ખુલી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે તાપી જીલ્લાના નાગરિકોએ તેમજ ખેડુતોએ સંગઠનને અમાનવીય ડિમોલેશનનો ભોગ બનેલા પરિવારો માટે કોલોની બનાવવા જમીન દાન આપી માનવતાની મિશાલ કાયમ કરવાનો નિર્ણય કર્યો છે તેવી જાહેરાત કરી.

કર્મશીલ રોમેલ સુતરિયાએ બેઠકમાં જણાવ્યું હતું કે તાપી જીલ્લા તંત્રની ઊદાસીનતાનું પરિણામ છે સારા નાગરિકો બેઘર ગરીબ પરિવારો માટે સામે આવી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે , સાથે જ તેમણે જણાવ્યું હતું કે કોપરેટિવ માળખામાં આ પરિવારો પોતાના મકાનના માલિક બની શકે તે માટે ની વ્યવસ્થા ઉભી કરવા આગેવાનોએ ઝુંબેશ ઉપાડી છે.એડવોકેટ નિતિન પ્રધાન દ્રારા જણાવ્યું છે કે ગરીબ પરિવારો માટે કોલોની બનાવવા જમીન ના ફાળવવી તે નગરપાલિકા સત્તાધિશોની ગરીબો પ્રત્યેની બેવડી અન્યાયી ભ્રષ્ટાચારી નીતિ છે. નગરપાલિકાને ટેક્ષના રુપિયા જોઈએ છે પણ વ્યારા નગરના નાગરિકોના વિકાસમાં રસ નથી તે સ્પષ્ટ થઈ ચુક્યું છે.

તાપી જીલ્લાના તંત્ર તેમજ સત્તા પક્ષ માટે પડકાર રુપ ઘટના છે કે નાગરિક સંગઠનો બેઘર પરિવારો માટે કોલોની બાંધવા મજબૂર બને તો બેઠક બાદ તાપી જીલ્લામાં લોકચર્ચાએ જોર પકડ્યું છે કે ઘરનું ઘર આપવાની વાતો કરનારી સરકાર ૧૦૦ બેઘર ગરીબ પરિવારોને મકાન માટે જમીન ના આપી શકતી હોય તો સરકારને ટેક્ષ લેવાનો કે લોકોની જમીનો કે ઘર છીનવવાનો હક ના હોવો જોઈએ. સંગઠનની જ આ બેઠક બાદ બેઘર પરિવારો માં ઉત્સાહનો માહૌલ જોવા મળ્યો હતો. અંતિમ વખત તંત્રને રજુઆત કર્યા બાદ નાગરિકોની , ખેડુતોની મદદથી ખાનગી કોલોની બનાવવાનું કાર્ય શરું કરવામાં આવશે તે પ્રકારની જાહેરાત બાદ તાપી જીલ્લા સહિત દક્ષિણ ગુજરાતનાં રાજકારણમાં ગરમાવો જોવાઈ રહ્યો છે કે જો બધું નાગરિકોએ જ કરવાનું હોય તો સરકાર તેમજ જીલ્લા તંત્રનું શું કામ ? આ પ્રશ્નનો જવાબ પક્ષ – વિપક્ષ માટે પડકાર બની રહ્યો છે.

હવે જોવાનું તે રહે છે કે ભર વરસાદમાં પણ ઉભા રહીને બેઠક કરનાર બેઘર પિડિત પરિવારોના અમાનવીય રીતે 40/50 વક્ષ જુના મકાનો તોડનાર તાપી જીલ્લા તંત્ર નાગરિકોની પડખે આવશે કે મુકપ્રેક્ષક બની સરકારની સંવેદનશીલતાની ગપગોળા સાબિત કરશે?