ડેડિયાપાડા: નર્મદા જિલ્લામાં મોડી રાત થી ભારે વરસાદને પગલે અનેક નદીઓ માં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે જેથી ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે, ક્યાંક નાના કોઝવે ડૂબી જતા, તો કયાંક બ્રીજ તૂટી જતાં રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Decision News ને મળતી માહિતી મુજબ રાજપીપળા થી ડેડિયાપાડા, સાગબારા થી મહારાષ્ટ્રને જોડતા રસ્તામાં નાળુ તૂટી જતાં રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ડેડીયાપાડા થી મોવી , રાજપીપળા જતા રસ્તામાં યાલ ગામ પાસે પુલ તૂટતાં વાહન ચાલકોએ રાજપીપળા થી ડેડિયાપાડા જતા લોકોએ મોવી થી નેત્રંગ તરફ વાયા કરી ડેડિયાપાડા, સાગબારા અને મહારાષ્ટ્ર તરફ જઈ શકાશે.

નાળાનાં ધોવાણની જાણ થતાં ડેડીયાપાડાના વહીવટી તંત્ર સતર્ક રહ્યું છે નર્મદા પોલીસે જવાનોનો બંદોબસ્ત ગોઠવી લોકો આ રસ્તા પર મુસાફરી ન કરે એને ધ્યાનમાં રાખી સુરક્ષાની કામગીરી શરુ કરી દીધી છે. જેથી લોકો અટવાઈ નહિ.