નર્મદા: નર્મદા જિલ્લામાં સારા વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ક્યાંક ખુશી ક્યાંક ગમ જેવો માહોલ છે, કારણ કે સવારથીજ અવિરત પડી રહેલા મુશળધાર વરસાદે સમગ્ર નર્મદા જિલ્લાને આજે ધમરોળી નાખતા, ચારે કોર પાણી જ પાણી હાલ જોવા મળી રહ્યું છે.

જુઓ વિડીઓ..

DICSION NEWS ને મળેલ માહિતી મુબજ સમગ્ર નર્મદા જિલ્લામાં આજે સવારે 6 વાગ્યા થી શરૂ થયેલા વરસાદે જિલ્લા ના ઘણા ગામોને સંપર્ક વિહોણા કર્યા છે, નર્મદા જિલ્લામાં આજે અત્ર તત્ર સર્વત્ર મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે વડીયા ગામે તેમજ આસ પાસ ની નાની મોટી સોસાયટીઓ જેવી કે રોયલ સન સીટી સોસાયટી, તેમજ સત્યમ નગર સોસાયટી માં હાલ કેળ સમાન પાણી છે, વરસાદી જોર વધતા લોકોના ઘરો માં પાણી ઘુસી રહ્યા છે, સોસાયટી માં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, વડીયા ગામ થી કરાઠા ગામ ને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે નાંદોદ તાલુકાનું લાછરસ ગામ સંપર્ક વિહોણું બન્યું છે, ગ્રામજનો લાછરસ ગામે કેળ સમાન પાણીમાં પાણીના નિકાલ માટે જહેમત કરી રહ્યા છે, કેટલાય ગામોમાં ભારે વરસાદને કારણે પશુઓ મૃત્યુ પામી રહ્યા છે, હાલ તો નર્મદા જિલ્લામાં વરસાદને કારણે જન જીવન ખોરવાયુ છે, ત્યારે રાજપીપળા ના નીચાણ વાળા વિસ્તાર જેવાકે સ્ટેશન રોડ, કાછીયાવાડ, દરબાર રોડ, વિસ્તારમાં દર વર્ષની જેમ પાણી ભરાતા રહીશો માં આક્રોશ જોવા મળી રહ્યો છે

તંત્ર પણ આ પરિસ્થિતિમાં કોઈ જાન માલ ને નુકશાન ના થાય તે માટે કામગીરી માં લાગી ગયું છે, વીજ કરંટ લાગવાથી કોઈ મૃત્યુ ના થાય તે માટે સમગ્ર વિસ્તારમાં હાલ વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે, ત્યારે હાલ તો સમગ્ર જિલ્લામાં ચારે કોર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, ખેડૂતોના ખેતરોમાં હાલ તો અમૃત નો વરસાદ વરસી રહ્યો છે પરંતુ તેમના ઘરોમાં આજ વરસાદ આફત રૂપ બનતા ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ નો માહોલ હાલ જોવા મળી રહ્યો છે.