વાંસદા:આદિવાસી કોકણા, કોકણી, કુકણા, કુનબી ( ડાંગ) સમાજ ગુજરાત રાજયના કેન્દ્રીય કોર સભ્ય, માન. બાબુભાઈ ગાંગુડે, કાંતિભાઈ કુનબી, અને રુપવેલ ગામના સંરપંચ તેમજ સ્વનિર્ભર શાળાના ટસ્ટી માન. ઝુબેદાબહેન અને કાતિભાઈ ઝેડ. કુનબી મહેશભાઈ દ્વારા ગરીબ બાળકીઓને શિક્ષણકીટ આપવામાં આવી હતી.

Decision news ને મળેલી માહિતી મુજબ આદિવાસી કોકણા, કોંકણી, કુકણા, કુનબી ડાંગ સમાજ ગુજરાત દ્વારા રુપવેલ ક્ન્યાશાળા ( સ્વનિભઁર) શાળા ના શિક્ષકમિત્રો અને ગામજનો સાથે શાળામા ભણતી જરૂરિયાતમંદ ગરીબ અને હોશિયાર વિધાથીનીઓને શિક્ષણકીટ આપી શિક્ષણની નવી દિશા તરફ આગળ વધવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના રુપવેલ ગામના બાળકોને સ્વનિર્ભર બનાવવાની મદદ કરવા માટે આદિવાસી કોકણા, કોકણી કુકણા, કુનબી ( ડાંગ) સમાજ ગુજરાત રાજયનો શાળા પરિવારે સંગઠનના મિત્રો, શૈક્ષણિક સહાય માટે આગળ આવનારા દાતાઓ, ગામજનો અને ટ્રસ્ટીમંડળોનો આભાર પ્રગટ કર્યો હતો.