નેત્રંગ: ગતરોજ નેત્રંગ તાલુકાના ઘાણીખૂટ (ધારીયાધોધ) ખાતે) આદિવાસી સમાજના આગેવાનો અને ધાણીખૂટ, ગામના આગેવાનો, યુવાઓ, વડીલો અને બહેનો દ્વારા ભારત આદિવાસી પરીવાર યુનિટી દ્વારા (BAPU) નામના સામાજીક સંગઠનનું ગઠન કરવામાં આવ્યુ.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે ભારત આદિવાસી પરિવારના સંગઠનના ગઠન સમયે ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા સાહેબ, રાજભાઈ વસાવા, સામાજિક આગેવાન, બાલુભાઈ વસાવા તાલુકા પંચાયત સદસ્ય, પરેશભાઈ વસાવા માજી જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન, સંદીપભાઈ વસાવા, મગનભાઈ વસાવા માજી તાલુકા પંચાયત પ્રમુખ નેત્રંગ, ગંભીરભાઈ વસાવા, દિલીપ ભાઇ વસાવા, તાલુકા પંચાયત સભ્ય, ગૌતમ ભાઈ વસાવા સરપંચ શ્રી કાકડકુઈ, માનસિંગભાઈ તાલુકા પંચાયત સદસ્યને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ નેત્રંગ, જગદીશભાઈ વસાવા, પરસોત્તમભાઈ વસાવા માજી જિલ્લા પંચાયત સભ્ય, ધીરુભાઈ વસાવા સરપંચ શ્રી ઘાણીખૂટ, ફૂલવાડી, બેડા કંપની પંચાયત, અજીતભાઈ વસાવા માજી સરપંચ, જગદીશભાઈ વસાવા, કાંતિભાઈ વસાવા માજી જિલ્લા પંચાયત સભ્ય, તેમજ ઘાણીખુટ ગામના ગોપાલભાઈ, હરિભાઈ, રમેશભાઈ, નિવૃત્ત શિક્ષક શ્રી એવા ચંપકભાઈ સાહેબ, સુરેશભાઈ સરપંચ શ્રી ઝઘડિયા પંચાયત, રાજુભાઈ રજવાડી, માનસિંગભાઈ વસાવા, સોનજીભાઈ વસાવા, કોકિલા બેન તડવી, વસાવા જેવા નામી અનામી યુવાનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ સંગઠની ભવિષ્યમાં સમાજના મુદ્દાઓ જેમ કે આદિવાસી સમાજના સાંસ્કૃતિ, પ્રાકૃતિક, સંવિધાનમાં આપેલ અધિકારોનું જતન શિક્ષણ, આરોગ્ય, વીજળી વિસ્થાપિતોને યોગ્ય વળતર, અંધશ્રદ્ધા આદિવાસી લોકોના વિષે અવાજ ઉઠાવશે એમ માનનીય શ્રી મહેશભાઈ વસાવા દ્વારા કહેવામાં આવ્યું હતું.