નેત્રંગ: નર્મદા જિલ્લામાં આદિવાસી સમાજની કુળદેવી દેવમોગરા મંદિર બાદ ભારત આદિવાસી પરિવાર યુનિટી દ્વારા નેત્રંગ તાલુકામાં આદિવાસી રાજ્ય તરીકે ઓળખાતા ઘાણીખૂટ ખાતે યાહા મોગી માતાજીના મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ નેત્રંગનાં ઘાણીખૂટ ખાતે દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભાજપમાં જોડાયેલા મહેશ વસાવાની ઉપસ્થિતિમાં ભારત આદિવાસી પરિવાર યુનિટી સંગઠનની રચના કરવામાં આવી અને આદિવાસી સમાજની વિસરતી જતી સંસ્કૃતિ અને ઇતિહાસને ઉજાગર કરવા માટે ચર્ચા વિચારણા કરી એક જમાના આદિવાસી રાજ્ય તરીકે ઓળખાતા ઘાણીખૂટ ખાતે યાહા મોગી માતાજીના મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.

મહેશ વસાવાએ વર્ષોથી ઘાણીખૂટ રાજ્યનો ઇતિહાસ ભુસાઈ રહ્યો છે. આદિવાસી સમાજ રાજા તારા હામાલ, રાજા પાનઠા અને વિના ઠાકોરના ઇતિહાસ વિષે જાણતા થાય તે માટે આદિવાસીઓને જાગૃત કરવા દેવમોગરામાં આદિવાસી સમાજની કુળદેવી પાંડોરી માતા યાહા મોગી માતાનું મંદિર બાદ હવે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના પ્રવાસન સ્થળ તરીકે પ્રસિદ્ધ ધાણીખૂટમાં યાહા મોગી માતાના મંદિરનું ભૂમિપૂજન થતા અહીં બીજું મંદિર આકાર લેશે. મંદિર ભૂમિપૂજન કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન રાયસીંગ વસાવા, પરેશ વસાવા, રાજ વસાવા, મગન વસાવા સહિત વિવિધ ગામોના સરપંચ અને આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.