વ્યારા: આખરે કોર્ટના નિર્ણય બાદ બહુચર્ચિત ખ્યાતનામ ડૉ.શૈલેન્દ્ર ગામિત વિરૂદ્ધ ઈ.પી.કો. કલમ 376(ઈ),354-A(1)(I), 377, 504 મુજબ દુષ્કર્મની ફરિયાદ અને ઈ. પી.કો. કલમ – 354- A(1)(I),504ની પોલીસે દુષ્કર્મ અને છેડતીની ફરિયાદ નોંધી છે.

ઉલ્લેખનીય છે કે ડૉ.શૈલેન્દ્ર ગામિત વિરુદ્ધ 29 જૂન 2024ના રોજ યુવતીઓ દ્વારા વ્યારા પોલીસને ફરિયાદ નોંધાવવાની કોશિશ કરવામાં આવી હતી પણ પોલીસે યુવતીઓની ફરિયાદ નોંધી ન હતી. અને ભોગવનાર યુવતીઓ વ્યારા કોર્ટમાં ગઈ અને વ્યારા કોર્ટે પોલીસ ઇન્સ્પેક્ટરને સંબોધીને હુકમ કર્યો કે ત્યારે  વ્યારા પોલીસે આખરે ડૉ.શૈલેન્દ્ર ગામિત વિરુદ્ધ ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

ડૉ.શૈલેન્દ્ર ગામિત પર લાગેલા દુષ્કર્મ અને છેડતી આરોપના કેસને લઈને Decision News સાથે વાત કરતાં રોમેલ સુતરિયા જણાવે છે કે કેવી કરુણતા કે ફરિયાદીએ FIR કરાવવા માટે કોર્ટનું શરણ લેવું પડે ? કોણ સાચુ કોણ ખોટું ન્યાય કરવાનો અધિકાર માત્રને માત્ર ન્યાય પાલિકાને છે તે યાદ રહે…! સમગ્ર મામલે કોર્ટ કાર્યવાહીમાં બંને બહેનોના વકીલ Nitin Pradhan જી ને સલામ તેમજ આવનાર દિવસોમાં ન્યાયપાલિકા ચોક્કસ ન્યાય કરશે તેવો વિશ્વાસ છે.

શું ભાવે નાગરિકોને કોરોનાની સારવાર પડી છે કે કેટલા ભાવે ઈન્જેક્શનો અપાયા છે તે તો વિવિધ હોસ્પિટલોમાં સારવાર કરાવનાર દર્દીઓના મન જ જાણતા હશે. પ્રજાની લુંટ કરનાર ડાકુંઓ તેમની લુંટની પણ લુંટ થઈ છે તેવી ફરિયાદો આવનાર દિવસોમાં દાખલ કરાવવા પોલીસના શરણે જાય તો નવાઈ નહીં…!