સુરત: 15 વર્ષીય સગીર વિદ્યાર્થિનીના મોબાઈલ ફોન પર છેલ્લા 20-25 દિવસથી શિક્ષક અશ્લીલ મેસેજ મોકલી રહ્યો હતો. શિક્ષક સગીર વિદ્યાર્થિનીને પોતાની મિત્ર બનાવવા દબાણ કરીને તેની પર જાતીય માંગણીઓ કરતો હોવાનું પોલીસ ફરિયાદ લિંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

લિંબાયતની એક શાળાના શિક્ષકે વિદ્યાર્થીના મોબાઈલ પર મેસેજ લખ્યો હતો કે ‘હું તને મદદ કરીશ, પૈસાની જરૂર હોય તો મને કહેજો, પણ તું મને પસંદ કરે છે, મહેરબાની કરીને ખોટું ન કરો.’ બીજી તરફ વિધાર્થીએ શિક્ષકને ‘સર, તમે મારા શિક્ષક છો’ એવો મેસેજ લખ્યો હતો, પરંતુ શિક્ષક વિધાર્થીના મોબાઈલ ફોન પર મેસેજ કરતો રહ્યો હતો.

આખરે સગીરા કંટાળી અને આ બાબતે પરિવારને જાણ કરી અને દીકરીની છેડતી કરવામાં આવી રહીને વાત સાંભળી વાલીઓ ગુસ્સામાં આવી ગયા આ સમગ્ર ઘટના વિષે પોલીસમાં ફરિયાદ આપી અને પોલીસે લિંબાયત શાળાના શિક્ષક વત્સલ મોહનસિંહ રાઠોડ સામે ખંડણી અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પોલીસે મીડિયાને કહ્યું કે આરોપી શિક્ષક પરિણીત છે અને તેને એક પુત્રી અને એક પુત્ર છે.