ડેડીયાપાડા: બાળ સંસદની ચુટણીમાં કુલ 7 (સાત ) વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોધાવી જેમાં 4(ચાર) કુમારો અને 3 (ત્રણ ) કન્યાઓએ ઉમેદવારી નોધાવી હતી. ચુટણી પહેલા 7 (સાત ) ઉમેદવારોએ પ્રચારમાં શાળા વિકાસના કાર્યો તેમજ તેમને લાગતા સુધારા-વધારાની વાતો કરી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ ઉમેદવાર દરેક વિદ્યાર્થીને પોતાને મત આપે તેવા વિચારો વ્યક્ત કર્યા હતા .બધાજ બાળકો આ ચુંટણી પ્રક્રિયાને લઈને ખુબજ ઉત્સાહિત હતા . ચુંટણી પ્રક્રિયામાં પ્રિસાઈડીંગ ઓફિસર , પોલીંગ ઓફિસર અને પટાવાળા તેમજ પોલીસ સ્ટાફ ની પણ નિમણુક કરવામાં આવી હતી. આશ્રમ શાળાના દરેક કર્મચારીએ બાળકોને સલાહ અને માર્ગદર્શન આપી ભારતીય ચુંટણીપંચ દ્વારા યોજવામાં આવતી ચુંટણી જેમ જ માહોલ ઉભો કર્યો હતો.

ધોરણ 5 થી 8 નાં દરેક વિદ્યાર્થીઓએ પોતાનો વોટ જે તે ઉમેદવારને આપ્યો હતો . તેમજ કર્મચારીઓએ પણ પ્રોત્સાહન રૂપે મતદાન કર્યું હતું. આ બાળ સંસદ ચુંટણી પ્રક્રિયા થી દરેક વિદ્યાર્થીઓ જાણે વાસ્તવિક ચુંટણીની પ્રક્રિયા માંથી પસાર થયા હોય તેવું વાતાવરણ હતું. દરેક વિદ્યાર્થીઓને મત આપ્યાનો ખુબ જ આનંદ થયો.