વ્યારા: ડ્રાયવર સહિત ખેરના 32 નંગ, મુદ્દામાલ અને વાહનની અંદાજિત કિંમત રૂપિયા 1,53,467/- જપ્ત કરાઇ નાયબ વન સંરક્ષકશ્રી, વ્યારાની સઘન પેટ્રોલીંગની સુચનાઓ અન્વયે મદદનીશ વન સંરક્ષકશ્રીનાં માર્ગદર્શન હેઠળ વ્યારા રેંજના રેંજ ફોરેસ્ટ ઓફીસરશ્રી પેટ્રોલીંગ કરતા હતા.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ વ્યારા રેંજના રેંજ ફોરેસ્ટ ઓફીસરશ્રી પેટ્રોલીંગ દ્વારા વ્યારા રેંજના કાર્ય વિસ્તારમાં તા.11-07-2024 ના રોજ રેંજ સ્ટાફ સાથે પેટ્રોલીંગ કરતા વડપાડા ગામની પ્રાથમિક શાળા પાસે આશરે રાત્રે 1.50 કલાકે શંકાસ્પદ વાહન નિકળતા સરકારી વાહન દ્વારા પીછો કરતા વડપાડાથી ચીચબરડી થઇ લખાલી ત્રણ રસ્તા પર વાહનને ઉભું રાખતા તેમાં તપાસ કરતા વાહનમાં બિન પાસ પરમીટ વગરનો છોલેલો ઇમારતી ખેર ગેરકાયદેસર રીતે મળી આવતા વાહતુક કરતા ટાવેરા વાહન નં. GJ-15-BB- 1592 જે ખેર મુદ્દામાલ નંગ 32, જેનું ઘ.મી.1.005 મુદ્દામાલ સાથે ડ્રાયવર સહિત વાહનની અંદાજિત કિંમત રૂપિયા 1,53,467/- જપ્ત કરવામાં આવેલ છે.