વાંસદા: ગતરોજ વાંસદા તાલુકા સેવા સદનમાં કર્મચારીઓના પ્રજા સાથેના વ્યવહાર વર્તનની જાત માહિતી મેળવવા સાંસદ ધવલ પટેલની ડો. વિશાલ પટેલ સાથે સરપ્રાઈઝ વિઝીટ સદનમાં કામકાજ માટે આવેલા સામાન્ય નાગરિકો સાથે વાતચીત કરીને વહીવટી તંત્રની કામગીરી અંગે તેમના પ્રતિભાવો જાણ્યા હતા અરજદારોએ જણાવેલ સરકારી કામોમાં ઢીલાશ કરવામાં આવતી હોવાની કામોમાં વિલંબ સહિતની ફરિયાદ કરી હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ વાંસદા ખાતે વલસાડ-ડાંગના નવનિયુક્ત સાંસદ ધવલ પટેલે નવસારી યુવા મોરચાના ઉપપ્રમુખ ડો. વિશાલ પટેલ સાથે સર્કિટ હાઉસ ખાતે મુલાકાત લઈ વાંસદા તાલુકાના લોકોના પ્રશ્નો તેમજ સમસ્યાઓ સાંભળી નિરાકરણ કરવાની બાંહેધરી આપી વાંસદા પધારેલ વલસાડ-ડાંગ સાંસદ ધવલ પટેલ દ્વારા વાંસદા ખાતે આવતા ઓચિંતા પ્રાંત કચેરી પહોંચી ગયા હતા, જ્યાં તેમણે સારો એવો સમય ફાળવીને અરજદારો સાથે વાતચીત કરીને લોકો પાસે વહીવટી અધિકારીઓના વર્તન તેમજ વહીવટી તંત્રની કામગીરી વિશે પૃચ્છા કરી હતી. તાલુકા સેવા સદનનીમાં થતી પ્રજાલક્ષી કામગીરીના નિરીક્ષણ અને અધિકારીઓ તેમજ કર્મચારીઓના પ્રજા સાથેના વ્યવહાર વર્તનની જાત માહિતી મેળવવા સરપ્રાઈઝ વિઝીટ માટે પહોંચ્યા હતા ત્યાં તેમણે તાલુકા સેવા સદનમાં વહીવટી કામકાજ માટે આવેલા સામાન્ય નાગરિકો સાથે વાતચીત કરીને વહીવટી તંત્રની કામગીરી અંગે તેમના પ્રતિભાવો જાણ્યા હતા તાલુકા સેવા સદનની રોજિંદી કાર્યવાહીનું નિરીક્ષણ કરીને આવકના દાખલા, જાતિ પ્રમાણપત્રો વગેરે સમયસર લોકોને મળી રહે છે કે કેમ તે અંગે અરજદારોએ જણાવેલ સરકારી કામોમાં ઢીલાશ કરવામાં આવતી હોવાની કામોમાં વિલંબ સહિતની ફરિયાદ કરી હતી.અનેક ધક્કા ખાવા પડતા હોય છે.

મુલાકાત દરમિયાન સમગ્ર કામગીરીની સમીક્ષા કરી હાજર કર્મચારીઓ અને અધિકારીઓને પ્રજાકીય કામ ઝડપથી થાય તેવી કડક તાકીદ કરી હતી કચેરીમાં વિવિધ કામગીરીમાં નાગરિકોને મુશ્કેલી ન પડે તે અંગે કડક સૂચના આપી હતી ત્યાર બાદ સર્કિટ હાઉસ પર મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા જેમને સાંસદશ્રી વારાફરતી સાંભળ્યા હતા જેમાં અનેક અરજદારોએ લેખિતમાં તેમજ મૌખિકમાં રજુઆતો કરી હતી જેમાં 250 જેટલી અરજીઓ અને 50 થી વધુ અરજદારો મૌખિક રજુવાતો કરી હતી જે તમામ અરજીઓ અને રજુવાતોનું વહેલી તકે નિરાકરણ કરવાની સાંસદે બાંહેધરી આપી હતી