દેશમાં એક મહિના પહેલાં જ લોકસભાનો માહોલ પૂરો થયો છે ત્યારે સુરત જિલ્લાના અંતરીયાળ વિસ્તારમાં આવેલ ઉમરપાડા તાલુકાના છેવાડે આવેલ ખૌટારામપુરા ની પ્રાથમિક શાળામાં બાળકોને શિક્ષણની સાથે નાનપણ થી મતદાન અંગે જાગૃતિ બને તેવા નેક ઉદેશ્ય થી બાળ સંસદ ચુંટણી નું આયોજન કરવામાં આવ્યું હતું

Decision News ને મળેલી માહિતી મુજબ EVM અને બેલેટ પેપર થી ડિજિટલ બાળ સંસદ ચુંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુમાર અને કન્યા બે વિભાગ ની ચુંટણી યોજાય હતી જેમાં સ્કુલના ધો.3 થી 8 સુધીના કુલ 175 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં કુલ 6 બાળ ઉમેદવારોએ ભાગ લીધો‌. જેમાં કુમારમાં સુમીતભાઇ મહેશભાઇ વસાવા જેમને કુલ 121 વોટ થી જીત્યા જ્યારે કન્યામાં રજનીતાબેન નિતેશભાઇ વસાવા જેઓ કુલ 97 વોટ થી વિજેતા બન્યા હતાં. જેમાં મુખ્ય ઉદ્દેશ બાળકો ઇવીએમ જેવા વોટીંગ મશીનથી માહીતીગાર બને એ હતો.

આ પ્રસંગે મુખ્ય મહેમાન સી.આર.સી દિલિપભાઇ ગામીત, શાળા વ્યવસ્થાપન સમિતિના પ્રમુખ અને સભ્યો તેમજ પ્રાથમિક શાળા ખૌટારામપુરાના તમામ સ્ટાફ થકી સફળ કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું.