ખેરગામ: ખેરગામ વિસ્તારના સેવાભાવી તબીબ અને નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.નિરવ અને ડો.દિવ્યાંગી તેમજ ચિંતુબાનો છાંયડો હોસ્પિટલ પરીવાર દ્વારા 14 જુલાઈ 2024એ રવિવારના રોજ સવારે 11 વાગ્યે 4 વાગે સુધી રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ ચિંતુબા છાંયડો પરિવાર દ્વારા અગાઉ ચાર જેટલા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યા હતા.જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી અનેક લોકોની જિંદગી બચાવવાના મહાયજ્ઞમાં સહભાગી બન્યા હતા.આ વખતે યોજાનાર મહારક્તદાન કેમ્પમાં વિવિધ ક્ષેત્રના તેમજ વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે.

ડો.નિરવભાઈ પટેલે જણાવ્યું કે આજે આપણે જોઈએ છીએ કે બ્લડબેંકોમાં રક્તની ઘણી જરૂરિયાત વર્તાય છે,એવા સમયે અમારા ચિંતુબાનો છાંયડો પરિવાર દ્વારા આ પાંચમો રક્તદાન કેમ્પ યોજાવા જઈ રહ્યો છે,જેમાં વધુને વધુ લોકોને એ યજ્ઞમાં ભાગ લેવા આમંત્રણ છે.જેમાં દરેક રક્તદાતાને વૃક્ષનું એક છોડ આપી તેનું ખાસ ઉછેર કરવા પ્રેરિત કરવામાં આવશે.