ખેરગામ: સામાજિક આગેવાન ડૉ.નીરવ પટેલનિઃ સહાય ને સહારો, ભૂખ્યાને ભોજન અને લોક સેવામાં હર હંમેશા દેવદૂત બની ને ઉભા રહેતા એવા ડૉ.નીરવ પટેલ પર પાણીખડક અપમૃત્યુ કેસમાં 306 ના કેસમાં ખોટી રીતે ફસાવતા એમાં પણ નવસારી સેશન કોર્ટમાં રિમાન્ડ ના મંજૂર કરી રેગ્યુલર જામીન મંજૂર થયા હતા.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ ખેરગામ ખાતે અનંત પટેલ પર થયેલા હુમલામાં પણ ડૉ. નીરવને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યા હતા એમાં અટકાયત કરવામાં આવ્યા બાદ નવસારી સેશન્સ નામદાર કોર્ટમાં 05/06/2024 ના રોજ જામીન ના મંજૂર થયા હતા ત્યારબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરતાં નામદાર હાઈકોર્ટમાં 04/07/2024 રોજ ડૉ.નીરવ પટેલ ની જામીન અરજી મંજૂર કરવામાં આવી.

જેથી એમનો હસતો રમતો પરિવાર અને આદિવાસી સમાજ કેટલા દિવસો થી દુઃખી હતો તેમાં ફરી થી ખુશી નો માહોલ સર્જાયો હતો ત્યારે આજરોજ અંકલેશ્વર ખાતે સુરત, અંકલેશ્વર,રાજપીપળા નર્સિંગ કોલેજના આદિવાસી વિદ્યાર્થિની ઓએ પાંચ પાંચ વર્ષ થી ફિસ ભરી દીધા બાદ પણ એક્ઝામ નથી લીધી અને ઓરીજનલ ડોક્યુમેન્ટ સંચાલકો દ્વારા ના અપાતા ( ફ્રોડ ) કરતા અંકલેશ્વર ખાતે ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા, ડૉ.નીરવ પટેલ (ખેરગામ), મનિષ સેઠ ની આગેવાનીમાં નર્સિંગ ના વિદ્યાર્થીઓ ના પ્રશ્નો ને સાંભળ્યા હતા.

એ દરમ્યાન અચૂક હાજરી આપતા ડૉકટર નીરવ પટેલ ને અનેક ગુનાઓમાં ફસાવી દેતા 70 દિવસના જેલની સફર બાદ બહાર આવતા ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવાએ બહાદુર સમાજસેવી આગેવાન ગણતા ફૂલહારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.