વઘઇ: એક પેડ મા કે નામ કાર્યક્રમ અંતર્ગત વઘઈ રેલ્વે સ્ટેશન પાસે ગુજરાત વિધાનસભાનાં નાયબ દંડક તથા ડાંગનાં ધારાસભ્ય વિજયભાઈ પટેલની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કરાયું હતું અને તેમાં 221 છોડનું વાવેતર કરી વ્યક્તિ દીઠ એક વૃક્ષને ઊછેર કરવાના પ્રતિજ્ઞા લેવાય હતી પણ હવે એ વૃક્ષો ગાયમાતાના ખોરાક બની ગયાની ઘટના સામે આવી છે.
આ કાર્યક્રમમાં 221 વૃક્ષોનું પ્લાન્ટેશન થયાને બેથી ત્રણ દિવસ થયા છે. છોડની ફરતે જાળી પણ લગાડવામાં આવી નથી કંપાઉન્ડ છે પણ ગેટ 24 કલાક ખુલ્લો જોવા મળે છે ત્યારે વૃક્ષોની દેખરેખ ન થતાં વૃક્ષોના પાંદડા અને છોડ ગાય-બળદ અને બકરાઓ ખાઈ ગયા છે. જનતાના લાખો રૂપિયા બગાડી એક પેડ મા કે નામ નામનો કરાયેલો કાર્યક્રમનો ફિયાસ્કો થયાનું લોકો કહી રહ્યા છે.
રેલવે સ્ટેશન નજીક રહેતાં સ્થાનિક લોકોએ Decision News સાથે વાત કરતાં કહ્યું કે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યાં છોડની ફરતે તારની જાળી લગાડવામાં આવે તો સારું પણ કોઈ વઘઈ રેંજનાં વનના અધિકારી કે નેતાઓએ વાત ધ્યાને લીધી નહિ અને જેનો ભય હતો તે જ થયું.