ધરમપુર: કુલુમનાલીની પહાડીઓ પણ તેની સામે ફિક્કી લાગે એવા ધરમપુરના વિલ્સન હિલનું સોંદર્ય વર્તમાન સમયમાં સૌળે કળાએ ખીલ્યું છે ત્યારે ત્યાં જતાં પહેલાં પીપરોળ પાસે આવેલા ઘાટમાં જે પ્રકૃતિના સોંદર્યને માણવા જે સેલ્ફી પોઈન્ટ ઉભું કરવામાં આવ્યું છે તે બિલ્ડીંગ હલી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
DECISION NEWS ને રિપોર્ટર દ્વારા ગતરોજ પીપરોળ પાસે આવેલા ઘાટમાં જે પ્રકૃતિના સોંદર્યને માણવા જે સેલ્ફી પોઈન્ટની મુલાકાત લેવામાં આવી ત્યારે આ સેલ્ફી પોઈન્ટનું જે બાંધકામ કરવામાં આવ્યું છે તે બિલ્ડીંગ પર 5-6 વ્યક્તિઓ ચડે તો તે જમીનમાંથી હલી રહ્યું છે. જો આ સેલ્ફી પોઈન્ટ પર 10-12 વ્યક્તિઓ એક સાથે ચડે તો આ બિલ્ડીંગ જમીનદોસ્ત થઇ જવાની પુરેપુરી સંભાવના છે. ધરમપુરના વહીવટીતંત્ર દ્વારા આ બાબતે આવનારા વરસાદી દિવસો દરમિયાન કોઈ પગલાં ન લેવામાં આવ્યા તો કોઈ જીવલેણ અકસ્માત થવાનો ખતરો દેખાઈ રહ્યો છે. કેમ કે હવે સહલાણીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.
આ બાબતે Decision news ધરમપુરના વહીવટીતંત્રનું ધ્યાન દોરી રહ્યું છે આવનાર દિવાસોમાં તંત્રએ શું પગલાં લેવા એ તંત્રની મરજી..! પણ જો કોઈ જીવલેણ કિસ્સો બન્યો તેની સમગ્ર જવાબદારી વહીવટીતંત્રની જ રેહશે. પછી તંત્ર એમ ના કહી શકે કે અમને જાણ નહોતી..