ડેડીયાપાડા: વરસાદી મોસમે માહોલ જામ્યો છે ત્યારે ડેડીયાપાડા તાલુકામાં ચિકદા આંબાફળીયા ખાતે વડીલો પાર્જિત રૂઢિ, પરંપરા મુજબ સંસ્કૃતિને આગળ વધારતાં હોય તેમ ગતરોજ માટલીયા દેવની પુજા કરવામાં આવી હતી. જેમાં વડીલો યુવાનો અને બાળકોએ ભાગ લીધો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ પહેલા વરસાદમાં ઉગી નિકળેલા નવા ઘાસને વસાવા બોલીમાં “માટલીયોદેવ” “લીલીચારી” તરીકે ઓળખવામાં આવે છે. વરસાદ થઈ ગયો હોય નવું ઘાસ પણ ઉગી ગયું હોય હવે પશુપક્ષીઓ માટે ચારો મળી રહેશે. તથા વાવણીલાયક વરસાદ થયો હોય અને વાવણી પણ પૂર્ણતાને આરે હોય બધાં લોકો માટે અનાજ પાકશે એવી આશા સાથે ધરતી, સૂર્ય, ચંદ્ર, આકાશ, વાયુ, પ્રકૃતિનો આભાર માનવા વડીલો પાર્જિત ચાલી આવેલી રૂઢિ પરંપરાઓ મુજબ ગામમાં આવેલ ગામની પાદરે “માટનીયોદેવ” ની પૂજા કરવામાં આવે છે.

તથા હળ સાથે રાખવામાં આવતું “પરાણો” ની પૂજા કરવામાં આવે છે કહેવામાં આવે છે કે ખેડૂત જયારે ખેતરમાં કામ કરે ત્યાં કોઈ સાપ અથવા કોઈ ઝેરી જાનવરના નડે જેથી આ દિવસે હળ સાફ કરવાનો “પરાણા” ની પુંજા કરવામાં આવે છે. ગામવાસીઓ તથા ગામમા રહેલા પશુધનમાં કોઈ બિમારી ન આવે એનાં માટે “ગામદેવતી” તથા હિમારિયા દેવ, કાલીયા પુત, રાજાપાંઠા, હીનીયાદેવ, દેવમોગરા માતા વગેરે દેવના નામે બીલીના ઝાડના પાંદડાઓની પૂજા કરવામાં આવે છે.