સાપુતારા: ગતરોજ 5:30 વાગ્યાના સમયગાળા દરમિયાન સુરતથી સાપુતારા પ્રવાસે આવેલી લકઝરી બસ શામગહાનના ઘાટમાં નીચે ખાબકી અને જીવલેણ અકસ્માત થયો હતો, જેમાં ઘણા લોકો લકઝરી નીચે તથા સુરતના એક સગા ભાઈ-બહેનના ઘટના સ્થળ પર જ મોત અને 22 જેટલા લોકો ઘાયલ થયાનું પણ જાણવા મળ્યું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ બસમાં કુલ 66 લોકો હતા. જેમાં 57 પ્રવાસીઓ હતા આમાંથી સુરતના 2 સગા ભાઈ-બહેનના મોત થયા હતા અને 22 લોકો ઘાયલ થયા હતા જેમને સારવાર આહવા સિવિલ અને સુરત સિવિલમાં ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે. 6 જેટલા લોકોને સ્થિતિ બહેતર થવાને લઈને હાલમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 50 જેટલા હોમગાર્ડના માણસો અને ગામના લોકોની મદદ દોડી આવ્યા હતા.

મૃતક: અતીફા અસ્ફાક શેખ, ઉમર અસ્ફાક શેખ, રીફર કરાયેલા: શબ્બીર મીયામહમદ મનસુરી (આહવા સિવિલમાં ખસેડાયા) જાવેદ નાઝીર લકડાવાલા (આહવા સિવિલમાં ખસેડાયા) અલીના અમીર સૈયદ (સુરત સિવિલમાં ખસેડાયા) સુલતાના અનવર સૈયદ (સુરત સિવિલમાં ખસેડાયા) ઝાકીર નાસીર સૈયદ (સુરત સિવિલમાં ખસેડાયા) આસીયા અમીર સૈયદ (સુરત સિવિલમાં ખસેડાયા) હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયેલા: દિવ્યાબાન ડોબરીયા, મમતાજ, સાનીયા બાનુ, મહમદ જુનેદ પઠાણ, જાકીર સૈયદ, મહમદ પઠાણ ઘાયલોની યાદી:  સુલતાના અનવર સૈયદ, અલીના અમીર સૈયદ, શૈયદ હીના આમીર, શૈયદ આશીયા આમીર, મોહમદ જુનેદ રફીક પઠાણ, મુતાજ શેખ રફીક, હેતલ ખોડાભાઈ કટારી, પુષ્પલતા સુરેશભાઈ બરેરા, બીનાબેન નટુભાઈ પાટીલ, દિવ્યાબેન ઘનશ્યામ ડોબરીયા, સાજીદ સૈયદ પઠાણ, યુનુસખાન યુસુફખાન, સાનીયાબાનુ શેફુલ્લાખાન, મોહમદ અમઝા, જમીલા અસ્ફાફ સેખ, અન્નારાગી ગુલામ ફરીદ શેખ, તોફીકખાન ફરીઝખાન શેખ, ઝાકીર નાસીર સૈયદ, ઝુબેર સલીમ શેખ કનીઝ મલીક શેખ, શબ્બીર મીયા મહમદ, ઝાવેદ નાઝીર લકડવાલા છે.

ઘટનાને પગલે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ હોસ્પિટલ પહોંચ્યા હતા. અને ઘાયલોની સ્થિતિ વિષે અને ઘટનાના બનાવની જાણકારી લીધી હતી.  સુરતથી પ્રવાસે આવેલા ભરત ચૌહાણે જણાવ્યું હતું કે, અમે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે, બસવાળાએ આઈસરવાળાને ઓવરટેક કર્યો હતો. જે દરમિયાન અચાનક જ ગાડી ઘાટમાં ઉતરી ગઈ હતી. અમે 18 લોકો ફરવા આવ્યા હતા. જો કે બસમાં કુલ 65 લોકો સવાર હતા.