ધરમપુર: PM મોદીના ભારતને હરિયાળું કરવાનો સંકલ્પ સાથે યુવા બોર્ડના સ્ટેટ કો ઓર્ડીનેટર શ્રી કૌશલ દવેના માર્ગદર્શન હેઠળ ગુજરાતના પ્રત્યેક યુવાન એક વૃક્ષમાં કે નામ સંકલ્પ સાથે આજરોજ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ તેમજ સામજિક વનીકરણ કર્મચારી સાથે આજરોજ ધરમપુરના ચીચઓઝર ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમનું નામ સ્વામી વિવેકાનંદ વન તરીકે નામ આપવામાં આવ્યું હતું

DICISION NEWS ને મળેલ માહિતી મુજબ વૃક્ષારોપણ કરવાનો મુખ્ય ઉદ્દેશ આજના યુવાનો વૃક્ષોનું મહત્વ સમજે અને પર્યાવરણનું જતન થાય, શુદ્ધ હવામળી રહે, તાપમાનનો ઘટાડો થાય તે હેતુથી યુવા બોર્ડ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા આજે ચીજઓઝર શિવ ધોધ ખાતે વૃક્ષારોપણ કરાયું. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, ગણેશભાઈ બિરારી, ભાજપ સંગઠન મહામંત્રી શ્રી ધનેશભાઈ ચોધરી, યુવા બોર્ડના જિલ્લા સંયોજક કિરણભાઈ ભોયા, સાંઈનાથ હોસ્પિટલ ડો. હેમંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત સામાજિક કાર્યકર્તા પ્રદીપ પટેલ, ભૂમિકાબેન પટેલ સામાજીક વનીકરણ રેન્જ ફોરેસ્ટ ભૂમિકાબેન પટેલ, ઉપસરપંચ શ્રી સતીષભાઈ બારીયા, તાલુકા સંયોજક અલ્કેશ માહતું ગામના સરપંચ શ્રી ભગુભાઈ બારીયા, યુવા મોરચા મહામંત્રી પ્રભાકર યાદવ તેમજ ગ્રામજનો, ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમી યુવાઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો