આહવા: ડાંગ જિલ્લાઓના વળાંક વાળા રોડ અકસ્માતનું હબ બનતાં જાય છે દર બે દિવસે કોઈ ને કોઈ અકસ્માતની ઘટના બનતી હોવાની ખબરો આવતી જ હોય છે ત્યારે આજે વધુ એક એસ.ટી બસ સાથે બાઈક સવાર યુવાનનો અકસ્માત થયાની ઘટના સામે આવી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ MH-40-N-6290 નંબરની આહવા ધુલીયા બસ સાથે આહવાના ઝાખા્રાઇબારી ગામ આગળ એક બોયલર મરઘાં લઈને જતા યુવાનની બાઈકનો અકસ્માત થયાની ઘટના બનવા પામી હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં યુવાનનું ઘટના સ્થળ પર જ મોત થઇ ગયું હતું અને રોડ પર પડેલા મરઘાં પણ મારી ગયા હતા.

નાશિકની બસ સાથે અકસ્માત થયેલ બાઈક સવાર યુવાન આહવાના કયા ગામનો હતો જેની માહિતી હજુ મળવા પામી નથી. અને તસવીરોમાં બાઈક નંબર પણ સરખા ન દેખાવાના કારણે હાલમાં તેની ઓળખ થઇ શકી નથી. આ અકસ્માતની માહિતી સુત્રો દ્વારા મળી છે.