અંકલેશ્વર: દક્ષિણ ગુજરાતમાં વર્તમાન સમયમાં નર્સિંગ કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને છેતરપિંડી કરાયાના કિસ્સાઓ અલગ અલગ વિસ્તારની કોલેજોમાંથી સામે આવી રહ્યાં છે ગતરોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાંથી સામે આવ્યો છે.

જુઓ વિડીયો..

Decision News ને મળેલી માહિતી મુજબ ગતરોજ આપણા આદિવાસી સમાજની દીકરીઓ કે જે નર્સિંગનો કોર્સ કરવા માટે અંકલેશ્વર એક સંસ્થા જેનું નામ નર્મદા પેરામેડિકો ક્લાસીસમાં ફોર્મ ભરી સંસ્થાને પોતાનો તમામ ડોક્યુમેન્ટો આપી દીધા હોય અને વર્ષ ઉપરાંત નો સમય પણ થઈ ગયો હોય એમના નામની સ્કોલરશીપ પણ આવી ગયો હોય પણ છોકરી લોકોને અત્યાર સુધીમાં કોઈ પણ જગ્યાએ નોકરી અથવા કોઈ યુનિવર્સિટી ની અંદર રહીને અભ્યાસ પણ કરાવ્યો નથી ત્યારે આપણી દીકરીઓને છેતરાયા હોવાની અનુભૂતિ થઈ એમને આદિવાસી સમાજના આગેવાનોને સંપર્ક કર્યો ત્યારે તમામ આદિવાસી યુવા આગેવાનો આ દીકરીઓને સહકાર આપવા માટે અંકલેશ્વર આવી પહોંચ્યા તમામ આદિવાસી સંગઠનોના આગેવાનોને અમે પહેલે તો દિલથી સલામ કરીએ છીએ અને આ દીકરીઓને સંપૂર્ણ સાથ સહકાર મળશે.

મનીષ શેઠ કહે છે કે પણ હજી પણ કહીએ છીએ કે આદિવાસી સમાજની દીકરીઓ તમે નર્સિંગ ના કોર્સથી દૂર રહો આમાં તમારું બધી જ રીતે શોષણ થાય છે અને વાસ્તવિકતા જોઈ કોઈ બીજા ક્ષેત્રમાં આગળ વધવાના પ્રયત્નો કરો આ નર્સિંગ ની લાઈનમાં આપણે કોઈ પરિવારનું આગળ ભલું થયું નથી.