વલસાડ: ટેકનોલોજી સાથે આગળ વધતા ST બસના વહીવટીતંત્ર દ્વારા આધાર કાર્ડ લિંક કરી CTS નંબર જનરેટ કરી શાળા કોલેજ અને ITIના અપડાઉન કરતા વિદ્યાર્થીઓ માટે ST બસના ફોર્મ ઓનલાઈન ભરાવવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

રાજ્યમાં ST વિભાગના ચેકીંગમાં ભૂતિયા સ્ટુડન્ટના પાસ સામે આવતાં અને શાળા, કોલેજ અને ITI ના વિદ્યાર્થીઓની STના પાસ મેળવવા લાગતી લાંબી લાઇનને લઈને, વિદ્યાર્થીઓનો સમયનો વ્યય થતો હોવાનું જોઈ રાજ્યભરમાં વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ પાસ ચાલુ વર્ષે ઓનલાઈન સિસ્ટમ ચાલુ કરવામાં આવી છે. જેમાં STના સ્ટુડન્ટ પાસ મેળવવા માટે વિદ્યાર્થીઓએ તેમની શાળા, કોલેજ અને ITIમાં તેમનો આધાર કાર્ડ, બોનાફાઇડ સર્ટી અને CTS નંબર જનરેટ કરી આપવાનો રહશે. CTS નંબરના આધારે STની ઓનલાઈન સાઈટ ઉપર ફોર્મ ભરવાનું રહેશે.

ખાસ કરીને વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડમાં શાળા, કોલેજ કે ITIમાં લગભગ 8 હજાર જેટલા વિદ્યાર્થીઓ પાસ કઢાવતા હોય છે. ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી વિદ્યાર્થીનીઓએ ફ્રી પાસનો ઓપ્શન પસંદ કરવો પડશે. જો પેઇડ પાસ વિકલ્પ પસંદ કરશે તો રૂપિયા ભરવા પડશે એમ વલસાડ ST ડેપો મેનેજરે જણાવ્યું હોવાનું દિવ્યભાસ્કરના અહેવાલમાં નોંધાયું છે.