ગુજરાત સરકારે તમામ વર્ગનાં સરકારી કર્મીઓને તેમની સંપત્તિની સંપૂર્ણ માહિતી જાહેર કરવાનો આદેશ આપ્યો છે. આ માહિતી 15 જુલાઈ સુધીમાં જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે. માહિતી ન આપનાર સામે કડક કાર્યવાહી થશેનું પણ કહ્યું છે.

Decision newsએ મેળવેલી માહિતી મુજબ ગુજરાતમાં ભ્રષ્ટાચારના આરોપો સતત વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવી નીતિ અંતર્ગત, કર્મચારીઓએ આવકની સાથે વારસામાં મળેલી મિલકતની માહિતી પણ આપવી પડશે. અગાઉ આ નિયમ ફક્ત અખિલ સેવાના અધિકારીઓ IAS, IPS અને IFS માટે લાગુ હતો. જોકે, હવે આ નિયમ બધા સરકારી કર્મચારીઓને લાગૂ પડશે. વર્ગ 4ના કર્મીઓ આ નિયમથી બાકાત રહેશે.

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાનીએ જારી કરેલા પરિપત્રમાં તમામ કર્મચારીઓને આદેશ આપવામાં આવ્યો છે. આ જાહેર કરવાની સંપત્તિમાં રોકડ, બેંક ખાતાં, FD, સોના-ચાંદીના આભૂષણો, કૃષિ, જમીન અને રિયલ એસ્ટેટમાં રોકાણનો સમાવેશ થાય છે.