નવસારી: ગુજરાત, DNH અને મહારાષ્ટ્રમાં 100% જમીન સંપાદન કાર્ય પૂર્ણ થતાં કામની ગતિ તેજ બની છે. બુલેટ ટ્રેન કોરિડોર પરના કુલ 24 નદી પુલોમાંથી આઠ નદીઓ પર કામ કરે છે. પાર (વલસાડ જિલ્લો), પૂર્ણા (નવસારી જિલ્લો), મીંઢોળા (નવસારી જિલ્લો), અંબિકા (નવસારી જિલ્લો), ઔરંગા (વલસાડ જિલ્લો), વેંગણીયા (નવસારી જિલ્લો), મોહર (ખેડા જિલ્લો) અને ધાધર (વડોદરા જિલ્લો) પૂર્ણ થઈ ગયા છે. અને અન્ય મહત્વની નદીઓ જેવી કે, નર્મદા, તાપ્તી, મહી અને સાબરમતી પર કામ ચાલુ છે.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ નવસારીના સ્ટેશનની શું શું છે ખાસિયત બીલીમોરા બુલેટ ટ્રેન સ્ટેશનના અગ્રભાગની ડિઝાઇન કેરીના બગીચાઓથી પ્રેરિત છે.આ સ્ટેશન નવસારી જિલ્લાના બીલીમોરાના કેસલી ગામ ખાતે આવેલું છે. અને તેનો બિલ્ટ-અપ વિસ્તાર 38,394 ચો.મી.રહેશે. સ્ટેશનનો કોન્કોર્સ ગ્રાઉન્ડ ફ્લોર પર છે અને પ્લેટફોર્મ પહેલા માળે છે, જેમાં બે બાજુ પ્લેટફોર્મ અને વચ્ચે 4 ટ્રેક છે.મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને બિઝનેસ ક્લાસ લોન્જ, નર્સરી, લિફ્ટ, એસ્કેલેટર, ચાઇલ્ડ કેર રૂમ વગેરે જેવી સુવિધાઓ આપવામાં આવશે. સ્ટેશનની ઊંચાઈ 20.5 મીટર છે (ગ્રાઉન્ડ ફ્લોરથી ટ્રસની ટોચ સુધી.
ગત ટર્મમાં રેલમંત્રી અશ્વિન વૈષ્ણવ 2 વખત પ્રોજેક્ટ સાઈટની મુલાકાત લીધી રેલ મંત્રી અશ્વિન વૈષ્ણવે નવસારીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટની બે વખત મુલાકાત લીધી હતી.જેમાં કોરોના સમયે અને ત્યારબાદ કામ કરતાં કર્મચારીઓ અને અધિકારીઓ સાથે સમય પસાર કરી તેમની સાથે વાતચીત કરી હતી સાથે જ ગર્ડર ફીટ કરવાની લેટેસ્ટ ટેકનોલોજી અંગે પણ તેમણે માહિતી મેળવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રોજેક્ટને લઈને ખૂબ ઉત્સાહી છે. વડા પ્રધાન 2026 સુધી સુરતથી બીલીમોરા પ્રથમ ફેઝનું લોકાર્પણ કરવામાં આવશે.જાપાનની ટેકનોલોજીના સહયોગથી સાકર થનાર આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માં કોઈપણ કચાસ ન રહે તે માટે સરકાર સાથે પ્રોજેક્ટની ટીમ પણ ખડે પગે પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે મંડી પડી છે