ધરમપુર: રાષ્ટ્રિય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત તારીખ 10 જૂન 2024 થી 4 જુલાઈ 2024 સુધી રક્તપિત્ત દર્દી શોધ અભિયાન ગુજરાત રાજ્યના 12 જિલ્લામાં કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રક્તપિત્ત જનજાગૃતિના ભાગરૂપે જિલ્લા રક્તપિત્ત વિભાગ દ્વારા ધરમપુર ડેપો ખાતે રક્તપિત્ત જન જાગૃતિ લાવવા માટે ભવાઈનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે રક્તપિત્ત બેકટેરિયાથી થતો રોગ છે, જે કોઈ પણ તબ્બકે મટી શકે છે, સામાન્ય રીતે આસુ ઝાંખું કે રતાશ પડતું બહેરાશ વાળું ચાઢું રક્તપિત હોય શકે છે, રક્તપિત્તની દવા દરેક સરકારી હોસ્પિટલમાં મફત આપવામાં આવે છે. રક્તપિત્ત જનજાગૃતિના ભાગરૂપે બીજો ભાવાય પ્રોગ્રામ સિદુંબર PHC ખાતે કરવામાં આવ્યો હતો આ ભવાઈ કાર્યક્રમમાં ઘણા લોકો રક્તપિત જનજાગૃતિ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.

આ અભિયાનને સફળ બનાવવા માટે જિલ્લા રક્તપિત્ત અધિકારી ડો જયશ્રી આર ચૌધરી, ડો સંજય કુમાર અને ધરમપુર તાલુકા હેલ્થ ઓફિસર ડો જીગ્નેશ માહલા, રાયલું ભાઈ એસ ગાવિંત, લેપ્રોસી સુપર વાયઝર બળવંત એન પાડવીના પ્રયત્નોનો મહત્વનો ભાગ ભજવ્યો હતો. રક્તપિત દર્દી શોધ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 48 જેટલા રક્તપિત્તના દર્દી ધરમપુર તાલકામાંથી શોધી કાઢવામાં આવેલ છે. જેમાં 17 જેટલા રક્તપિત ના દર્દી ચેપી પ્રકારના છે જયારે 31 જેટલા દર્દી બિન ચેપી પ્રકારના છે.