ધરમપુર: દિવસે ન દિવસે જળ, વાયુ, જમીન પ્રદુષણ અને જંગલોના કટિંગ થવાના લીધે બગડતું જતું આપણું પર્યાવરણને બહેતર બનાવવાના પ્રયાસના ભાગ રૂપે આજરોજ ધરમપુર તાલુકાના મોટીઢોલડુંગરી ગામમાં અતુલ ફાઉન્ડેશન વલસાડ અને કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ ધરમપુર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

જુઓ વિડીઓ..

ઉલ્લેખનીય છે કે આપણી પૃથ્વી પર વધતું જતું કાર્બન ડાયોક્સાઈડ નું પ્રમાણને ઘટાડવા અને ઓક્સિજન વાયુનું પ્રમાણ વધારવા અને આપણી પ્રકૃતિ બચવા માટેનો એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો જ્યાં ગામના ડેપ્યુટી સરપંચશ્રી વિલિયમ પટેલ,ગ્રામ પંચાયત ના સભ્યશ્રી મગન ભાઈ,ગ્રામ પંચાયત ના સભ્યશ્રી જયેશ ભાઈ અને ગ્રામજનો સાથે સહકાર માં જોડાયા હતા.

Decision News સાથે વાત કરતાં કલ્પેશ પટેલ જણાવે છે કે ધરમપુરમાં સંસ્થાઓ દ્વારા કરાય રહેલ પર્યાવરણના આવા સંવર્ધનન પ્રયાસોને હું દિલથિક સલામ કરું છું, હું આદિવાસી સમાજમાંથી આવું છું અને મારી પ્રકૃતિને બચાવવાની ફરજ સ્વરૂપે હું આવા પર્યાવરણ સંબંધી કાર્યોમાં ભાગ લઇ શકાય એટલા લઈશ એમાં બેમત નથી.