ટેક્નોલોજી: લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ પર હવે ભારતીય યુઝર્સને Meta Alનું એકસેસ મળવાની શરૂઆત થઇ ચૂકી છે. આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારિત ચેટબોટ પર તમે વાતો કરી શકો છો, તેની પાસેથી કામ પણ કરાવી શકો છો. જનરેટિવ એઆઈ દ્વારા તમે ઘણા ટાસ્ક ફ્રીમાં કરી શકો છો. જો તમને પણ વ્હોટ્સ એપમાં સૌથી ઉપર કે સ્ક્રીન પર ક્યાંક વાદળી રિંગ દેખાય છે, તો તમે એઆઈ ટૂલનો ઉપયોગ કરી શકો છો.

Meta Al ખરેખર તો WhatsAppનો એક નવો એઆઈ આધારિત ચેટબોટ છે, જે તમને અલગ અલગ કામ કરવામાં હેલ્પ કરે છે. આ ચેટબોટનો ઉપયોગ માહિતી શોધવામાં, સવાલોના જવાબ મેળવવામાં એટલે સુધી કે ગેમ રમવામાં પણ કરી શકાય છે. જે યુઝર્સને AIનું એક્સેસ મળવા લાગ્યું છે, તેમને વાદળી રંગની રિંગ દેખાઈ રહી છે.

Meta Alનો ઉપયોગ કરવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો.

સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં વ્હોટ્સ એપને લેટેસ્ટ વર્ઝનમાં અપડેટ કરો. બાદમાં તેને ઓપન કરો.

સ્ટેપ 2: હવે સ્ક્રીન પર તમને એક વાદળી રંગની રિંગ દેખાતી હશે, તેના પર ટેપ કરો.

સ્ટેપ 3: આ બ્લૂ રિંગ પર ટેપ કર્યા બાદ તમને મેટા એઆઈ વિશે માહિતી મળશે. પછી કંટીન્યુ પર ટેપ કરો અને નિયમો તેમજ શરતોને એક્સેપ્ટ કરવી પડશે.

સ્ટેપ 4: હવે તમારે મેટા આઈને જે પુછવું છે કે તેની પાસે જે કામ કરાવવું છે, તે ટાઈપ કરીને એક મેસેજ કે ટેક્સ્ટ ટાઈપ કરો. તમારા પ્રોમ્પટને ઈન્ટ્રેસ્ટિંગ બનાવવા માટે ઈમોજી કે GIFનો પણ ઉપયોગ કરી શકાય છે.

સ્ટેપ 5: આટલું લખીને સેન્ડ પર ક્લિક કરો.

સ્ટેપ 6: હવે મેટા આઈ થોડીક સેકન્ડ્સ તમારા પ્રોમ્પ્ટને સમજ્જશે, અને પછી તમને રિપ્લાય આપશે.

બસ એટલું ધ્યાન રાખો કે આ ફીચર હજી બધા જ યુઝર્સને નથી મળ્યું. આ ફીચર જુદા જુદા ફેઝમાં રોલઆઉટ થઈ રહ્યું છે. એટલે જો તમને વ્હોટ્સએપમાં આ રિંગ નથી દેખાઈ રહી, તો આગામી કેટલાક અપડેટ્સ બાદ દેખાવા લાગશે. તમે મેટા આઈનો ઉપયોગ કરીને શુભેચ્છા મેસેજ, મેઈલ, એપ્લીકેશન વગેરે ઘણું લખાવી શકો છો, એઆઈ ઈમેજ પણ ક્રિએટ કરાવી શકો છો.