અનાવલ: દક્ષીણ ગુજરાત વિજ કંપની લિમીટેડ – સબ ડિવિઝન અનાવલ બોર્ડની જીવંત તાર જાણે કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ લેવા ખુલ્લાં મૂકી રાખ્યાના ધોર બેદરકારી ભિનાર ચોકડી થી અનાવલ રોડ પર જતાં તમે નરી આંખોથી જોઈ શકો છો.
Decision News સાથ વાત કરતાં સ્થાનિક લોકો ટેલિફોનિક વાતમાં જણાવે છે કે છેલ્લાં બે વર્ષથી વારંવાર લેખિત અને મૌખિક બંને રીતે ફરિયાદ કરવાં છતાં વિજના થાભલા પરનો કેબલ લાઈન જે ઊંચાઈ પર હોવાની જગ્યાએ નીચે લટકતો કેબલ જોવા મળે છે. શું આ વિજના થાભલાના લટકતા કેબલની કોઈ જાણકારી સ્થાનિક સબ ડિવિઝન અનાવલ બોર્ડને નથી ? આવા લટકતા લાઈનથી કોઈ બિચારા નિર્દોષ વ્યક્તિનું આકસ્મિક મોત થઇ ગયું તો એની જવાબદારી કોણ લેશે ? હવે વરસાદની સીઝન શરુ થઇ છે આ ખુલ્લાં જીવંત તારથી ભેજવાળા વિસ્તારમાં કરંટ લાગશે અને કોઈને જીવથી હાથ ધોવો પડશે.
વારંવાર ફરિયાદ છતાં ઉંઘતુ આ અનાવલ સબ ડિવિઝન વીજ તંત્રના અધિકારીઓ કુંભકર્ણ ના પણ બાપ જેવા લાગે છે ખબર નહિ ક્યારે એમની ઉંઘ ખુલશે કયારે જાગશે જો આજ ખરાબ હાલતમાં વીજના થાંભલા તેમજ વીજ લાઈનનો કેબલ ઝાડમાં કે ખેતર ઉપર ખૂબ નીચેથી લટકતા રહેશે તો જેમાં કોઈ એકાદ વ્યક્તિનું વીજ કરંટ લાગવાથી મૃત્યુનો બનાવ બનશે એમ કોઈ શંકાન સ્થાન નથી જોઈએ હવે આ લટકતાં જીવંત વીજ કેબલને લઈને તંત્રની આંખ ખુલે છે કે કોઈનો જીવ જાય છે.