વાંસદા: ગતરોજ વાપી-શામળાજી હાઇવે પર વાંસદા તાલુકામાં દર વર્ષની જેમ ચોમાસાના પહેલાં જ વરસાદમાં પડેલા ખાડા ખાબોચિયા પુરાવા મોટી કપચીનું મેટલ નાંખીને તંત્ર દ્વારા કામગીરી શરુ કરવામાં આવીના દ્રશ્યો સામે આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પ્રિમોન્સૂન કામગીરી કરી હાઈવે પર થીંગડા મારી કામચલાવ રસ્તો ઠીકઠાક કરી દેવામાં આવે છે પણ નેશનલ હાઇવે તંત્ર દ્વારા આ ખાડાઓનું કાયમી નિરાકરણ લાવવાની કોશિશ કરવામાં આવતી નથી. વરસાદી સિઝન ચાલુ થતા જ ઠેર-ઠેર ખાડા પડી જાય છે અને હાઈવે ચંદ્રની ધરતીનું સ્વરૂપ ધારણ કરી લે છે. ખબર જ નહિ પડતી હાઈવે પર ખાડા છે કે ખાડામાં હાઈવે..

હાઈવેના તંત્ર દ્વારા આવી હાઇવે પર થીંગડા મારી જે લીપણ કરવાની દર વર્ષે જે કામગીરી કરવામાં આવે છે તેના લીધે તંત્રની જ લોકોમાં આબરૂ જાય છે અને તંત્રનું લોકોના આંખમાં ધૂળ નાખવાનું કામ નિંદનીય બને છે, ત્યારે લોક માંગ ઉઠી છે કે આ ખાડાઓનું કાયમી નિરાકરણ આવે.