ધરમપુર-કપરાડા: આજરોજ વલસાડ ખાતે ધરમપુર તાલુકાઅને કપરાડા તાલુકા ખાતે ચાલતી સરકારી માધ્યમિક શાળા અને મોડેલ સ્કૂલોમાં 79 પટાવાળા અને સિકયુરિટીનો K C Enterprises એજન્સી દ્વારા છેલ્લા 4 મહિનાનો પગાર કરેલ હોય, પગાર સ્લીપ અને PF બાબતે કલેક્ટરશ્રી વલસાડ,અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી વલસાડને રજુઆત કરવામાં આવી હતી.
Decision News સાથે વાત કરતાં કલ્પેશ પટેલ જણાવે છે કે કોન્ટ્રાક્ટ સિસ્ટમના લીધે આજે હજારો કર્મચારીઓ નું શોષણ થઈ રહ્યું છે જેમાં સરકારી માધ્યમિક શાળા RMSA અને મોડેલ સ્કૂલો કરાર આધારિત શાળાઓમાં 79 જેટલા પટાવાળા અને ચોકીદાર નો પગાર 10,200/-(દસ હજાર બસો રૂપિયા) હોય જે છેલ્લા 4 મહિનાથી K C Enterprises એજન્સી દ્વારા પગાર કરવામાં આવ્યો નથી તો આ પટાવાળા અને ચોકીદાર લોકો પોતાનું ઘર કઈ રીતે ચલાવે છે. ફક્ત ને ફક્ત આવી એજન્સી ઓ કર્મચારીઓનું શોષણ કરતી હોય છે.
વધુ માહિતી આપતાં તેમણે કહ્યું કે જો આ ઘટનાને લઈને તાત્કાલિક નિરાકરણ ન આવ્યું તો આ તમામ કર્મચારીઓ સાથે મળીને આગામી દિવસોમાં ઘરણાં પ્રદર્શન કરવામાં આવશે અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી ઉલગુલાન ચાલુ રાખીશું.