ધરમપુર: આજે સવારે ધરમપુર નગરપાલિકાના વિસ્તારના નગારીયા કસ્બા રોડ પર નગર પાલિકા દ્વારા હાલમાં જ ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી હતી. ત્યારે તે પહેલા જ વરસાદમાં બેસી જતા રસ્તા કામગીરી હલકા પ્રકારનીં કરવામાં આવી હોવાની લોક બૂમો સાંભળવા મળી રહી છે.

Decision news સાથે વાત કરતાં સ્થાનિક લોકો અને ધરમપુરમાં કામ માટે આવતાં લોકોનું કહેવું છે કે હાલમાં વાહન ચાલકો માટે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે જેને લઈને વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પુલને કોઈ નુકસાન થયેલ નથી. પણ લારીવાળા જે જગ્યા પર પોતાનો ધંધો-વેપાર કરતાં હતાએ જગ્યાને નુકશાન થયું છે
આ ઘટનાને લઈને નગર પાલિકાના CO અને વહીવટદારને ટેલિફોનિક રજુઆત કરવામાં આવી છે કે ધરમપુર નગર પાલિકા કે કોન્ટ્રાકટર તાત્કાલિક ધોરણે રોડ ઉપર યોગ્ય પુરાણ કરીને નવો ડામર રોડ બનાવી આપે તેવી માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે. ધરમપુર નગર પાલિકાએ કામગીરીને લઈને સ્થાનિક લોકોએ જિલ્લા પંચાયતની પરવાનગી અંગે માંગણી કરતા કોન્ટ્રાકટર કે પાલિકાના ઇજનેરોએ પરવાનગી બતાવી ન હતી એમ પણ કહ્યું છે.