ઉમરગામ: હાલમાં જ ઉમરગામ તાલુકામાં રહેતી 21 વર્ષની યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમ જાળમાં ફસાવી એક વર્ષ સુધી વખતો વખત શારીરિક સંબધો બાંધ્યા બાદ યુવકે લગ્ન કરવાની નાં પાડી દેતાં મામલો પોલીસમાં ફરિયાદ થયોનો કિસ્સો બહાર આવ્યો છે.

Decision news ને મળેલી માહિતી મુજબ ઉમરગામમાં એક શ્રમિક પરિવારની 21 વર્ષીય દીકરી દિવ્યા ( નામ બદલ્યું છે.)ને નજીકમાં રહેતા વિજય (નામ બદલ્યું છે.) નામના યુવકે પ્રેમજાળમાં ફસાવી, લગનની લાલચ આપી એક વર્ષ સુધી વખતો-વખત વિવિધ જગ્યાઓ પર લઇ જઈ શારીરિક સંબધો બાંધતો રહ્યો અને દિવ્યા જ્યારે લગ્નની વાત કરતો ત્યારે કોઈ ને કોઈ બહાના બનાવી લગ્નની વાત ટાળી દેતો અને હવે તો તેણે દિવ્યા સાથે લગ્ન જ કરવાની ના પાડી દીધી છે.
હવે આ વાતને લઈને દિવ્યાએ નજીકના પોલીસ મથકે વિજય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે દિવ્યાની ફરિયાદ નોંધી તેનું મેડિકલ કરી તેનું નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે.