દક્ષિણ ગુજરાત: હાલમાં દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ “તેરાંનો શન” (તહેવાર)ઉજ્વી રહયા છે. વરસાદી ખેતી પર નિર્ભર આદિવાસી સમાજ વરસાદ પડતાં વાવણી કરી દે છે, ત્યાર બાદ, રાગી, નાગલી, વરઈ, ડાંગર વગેરેનું ધરું તૈયાર થઇ ગયા પછી તેની ફેર રોપણી કરતાં પહેલાં તેરાનો શન(તહેવાર) ડાંગ, વાંસદા, ધરમપુર, કપરાડા સહીત દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ ખુબ ધામધૂમથી ઉજ્વણી કરી રહ્યા છે.

Decision News ને મળેલી માહિતી મુજબ આ તહેવાર આદિમ પરંપરાગત સભ્યતા, સંસ્કૃતિ, ખુમારી તથા ઓળખનું દર્શન કરાવે છે. આ શન(તહેવાર)ના દિવસે આદિવાસીઓ જંગલમાં પ્રથમ વરસાદ સાથે ઉગી નીકળતી તેરા નામની વનસ્પતિની પરંપરાગત ઢબે અને રીતે વ્યંજન (એક પ્રકારનું શાક કે શ્રૃપ બનાવવામાં આવે છે. આ વનસ્પતિને આદિવાસીઓ કુદરત (પ્રકૃતિ) જંગલમાંથી ધાર્મિક પરંપરા, રીત રિવાજો મુજબ જોહારીને ( શ્રધ્ધા પૂર્વક નમન કરી લાવવામાં આવે છે. ત્યાર પછી ગામના દરેક ઘરમાં આ વનસ્પતિની પરંપરાગત રીતે ધાર્મિક પવિત્ર વ્યંજન બનાવી પ્રકૃતિ, આદિમ દેવી દેવતાઓને અર્પણ કરવાની ખાસ પૂજા-આરાધના કરવામાં આવે છે. આ અર્પણ વિધિ કબિલા કે કુટુંબના વડીલ – ધાર્મિક વિધિ ના જાણકાર વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે. વિધિ બાદ કુટુંબ-કબિલાના સૌ સભ્યો સાથે મળી આ પ્રસંગે બનાવે પવિત્ર વાનગીઓ શ્રધ્ધા પૂર્વક ગ્રહણ કરે છે.

આ અદભુત અને અનેરો અવસર આદિવાસીઓને કુદરત સાથે અને કુદરતને આદિવાસીઓ સાથે જોડી રાખે છે. આદિવાસીઓએ કુદરતની ખુબજ નજીક રહે છે અને કુદરતની પૂજા કરીને સંસ્કૃતિ જાળવી રાખી છે. આદિમ કાળ થી પરંપરાગત રીતે આ આદિમ મહોત્સવ ઉજવતા કે ઉજવી રહેલા પ્રકૃતિપુજ્ક આદિવાસી વિરો અને વિરાંગનાઓને આ પ્રસંગે ખુબ ખુબ શુભ કામનાઓ,શુભેચ્છાઓ તથા આદિમ સંસ્કૃતિને કોટી કોટી વંદન..