વાંસદા: વાંસદા તાલુકાના ગામોમાં પ્રવેશ મહોત્સવ અને કન્યા કેળવણી ઉત્સવ 2024ની શરૂઆત આજથી શરૂ કરવામાં આવી હતી. જેમાં વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા વાંસદાના ચાપલધરા જિ.પંચાયત સીટના કંબોયા લીપડા અને ઢોલુમ્બર ખાતે હાજરી આપી હતી અને કંબોયા ખાતે નવનિયુકત પ્રાથમિક શાળાના ઓરડાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં કન્યાકેળવણી મહોત્સવ અને પ્રથમિક શાળા પ્રવશોત્સવમાં ની ગોઠવણી કરવામાં આવી હતી જેમાં વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ચાપલધરા જિલ્લા પંચાયત સીટ સમાવિષ્ટ ગામો કાંબોયા, લીંબરપડા અને ઢોલુમ્બર ગમે નાના ભૂલકાઓને પ્રાથમિક શાળામાં પ્રવેશ કરવાનું હતું અર્થે પહોંચ્યા હતા. જેમાં કંડોલપડા ગમે પ્રાથમિક શાળાના નવા ઓરડાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમમાં વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના દરેક બાળકોએ સરકારી પ્રાથમિક શાળામાં સારા શિક્ષકોની છાત્ર છાયામાં પાયાનું શિક્ષણ મેળવવું ખૂબ જરૂરી છે જેની જવાદારી ગુજરાત સરકાર પર આધારિત છે .

શાળાની એસ. એમ. સી ની જવાબદરી છે કે શાળામાં કેવું ભોજન પીરસાય, શાળામાં કેવું શિક્ષણ અપાય, શાળામાં શિક્ષકો સમય સર આવે કે નહીં આ બધી તકેદારી રાખવાની જવાબદારી છે. કંબોયા બાદ લીબરપડા પ્રાથમિક શાળા અને ઢોલુમ્બર પ્રાથમિક શાળામાં બાળકોને પ્રવેશ કર્યા બાદ એસ.એમ.સી કમિટીની મીટીંગ યોજવામાં આવી હતી. આજના પ્રવેશોત્સવના કાર્યક્રમમાં જિલ્લા પુરવઠા અધિકારી આર સી પટેલ સી.આ.સી શૈલેષભાઈ ચંદ્રકાંતભાઈ શાળા આચાર્ય તેમજ ગામના સરપંચ અનિલ પટેલ, રેખાબેન, જશવંતભાઈ જયેશભાઈ, એસ.એમ.સી અધ્યક્ષ હાજર રહ્યા હતા