વાંસદા: બે દિવસ પહેલાં વાંસદા તાલુકાના અંકલાછ ગામમાં વાંસદા તાલુકાના શાસક પક્ષ ના નેતા બીપીન માહલા એ વણજારવાડી ફ. માં ડુંગરની તળેટી નીચે વસેલા ધરતીપુત્રો સાતે આજે દરેક ખેડૂતોને શાતે રહી આંબા કલમ વિતરણ કરી અને ડુંગરના કિનારે જઈ પોતે કઈ કઈ જગ્યા ઉપર રોપવા નું છે એનું નિરીક્ષણ પણ કર્યું.

Decision News સાથે વાત કરતાં બીપીન માહલા કહે છે કે આજે આપડે બાપ દાદા એ આગળ ઝાડો વાવેલા હતા તેની ઇન્કમ આજે આપણે લઈએ છીએ હવે આપણે પણ ફરજ બને કુટુંબ ઘણું મોટું થઈ ગયું છે ખર્ચાઓ પણ ઘણા બધા આવવાના છે આજે જ્યાં જોઈતા ખર્ચાઓનું પ્રમાણ વધી ગયું છે જેમકે રસોડા નો ખર્ચો ભણતર નો ખર્ચો આરોગ્યાના ખર્ચો ભોજન અપડાઉન માટે પેટ્રોલનો ખર્ચો અને હવે પાણી પણ ફિલ્ટર નું પીવું પડે છે અને હવે શાકભાજીઓ પણ ઘણી બધી વેચાતી લાઈવી પડે છે તેમ તો તેમ પણ હવે તો ભાતનું બિયારણ પણ વેચાતું લાવવું પડે છે આગળ વડીલોકો હતા જ્યારે આપણે જોઈ લો ન હતું કે બિયારણ કેવું વેચાતું મળે જે વાવેલું હોય તેમાંથી એ લોકો મૂકી દેતા હતા એક તેને બીજા વર્ષે વાવણી કરતા હતા આજે તો તમે જુઓ છો દરેક વસ્તુ વેચાતી લાવી પડે છે આજે આપણે છોકરાઓ નાના છે એટલે હવેથી આપણે આયોજન કરવું પડે મોટા થતા છોકરાઓના ખરચા માટે શું કરવું જોઈએ તો આ એક આંબા કલમ આપણે ખેતીવાડીમાં રોપીએ તો પાંચ વર્ષે થી ધીરે ધીરે ઇન્કમ આવશે જેમ મોટા થતા ઝાડ થશે તેમ બાળકો ભી મોટા થશે તેમ ખર્ચા પણ વધશે તેમ આપણા ખર્ચા ઓ આવેલા છે એ એ પણ ખર્ચાને પહોંચી વળવા માટે ફળ આપણને આપીને આવકમાં પણ વધારે કરશે જેથી આપણું પણ જે ટેન્શન રહે છે કે શું કરીશું નહીં કરીશ તે પણ આપણું ઓછું થઈ જાય છે.

દરેક લોકોએ મારા ખેડૂત પુત્ર ધરતીપુત્ર આંબા કલમ રોપાવી જોઈએ એ આપડે ઘડપણમાં પણ છોકરાઓ આપણને ન જોઈ કે કોઈ આપણને મદદરૂપ ન થાય તો આંબા કલબના જે ફળ આવશે તેમાંથી આપણને આવક મળશે એ જ આપણી મુડી છે એ જ આપણી જિંદગીની બેંક બેલેન્સ છે એટલે જીવનમાં આગળ વધો મહેનત કરો અને સક્સેસફુલ થાઓ આ અંબા કલમ વિતરણ માં પધારે ગામના આગેવાન મનોજભાઈ ચોરીય, પંકજભાઈ ચૌધરી અને લાભાર્થીઓએ હાજરી આપી હતી.