ખેરગામ: રાજ્યમાં સુવિધાઓ સાથે ગામે ગામ ગ્રામપંચાયત ના નવા મકાનના બાંધકામ માટે લાખો રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી અને મોટે ભાગે ગ્રામપંચાયત ના મકાનો બની પણ ચૂક્યા છે ત્યારે ખેરગામ તાલુકાના વડપાડા ગામની ગ્રામપંચાયત ના મકાનનું કામ બે વર્ષ થી જય શે થે હાલત માં હજી અર્ધું કેમ ?

Decision News ને મળેલી માહિતી મુજબ શું મકાન માટે પૂરતી ગ્રાન્ટ ની ફાળવણી નથી થઈ. શું કોન્ટ્રાકટર મકાનના બાંધકામ માં હલકી ગુણવત્તા નું મટીરીયલ વાપરતો હતો. શું મકાનના બાંધકામ માંથી કોન્ટ્રાકટર પરથી સરપંચ, તલાટી ને કટકી નથી મળી. કે પછી ગામ માં ચાલતો વિવાદ એટલેકે ગામ પંચાયતના સભ્યો દ્વારા તાલુકા વિકાસ અધિકારી ને સરપંચ વિરૂદ્ધ અવિશ્વાસ ની દરખાસ્ત. ગ્રામપંચાયત નું પાયાલેવલ સુધીનું બે વર્ષ થી અધૂરું કામ જોતા અનેક સવાલો ઉદ્દભવે છે ત્યારે વડપાડા ગામના પંચાયતના મકાનની ફાળવણી થવા છતાં આ કોની તાના સાહી અને બેદરકારીથી ગામના લોકો હજી જૂનું મકાનમાં હાલાકી ભોગવી રહ્યા છે.

શું આ વડપાડા ગામની ગ્રામપંચાયત નું પાયાલેવલનું બે વર્ષ થી થંભી ગયેલું કામ ને આજ દિન સુધી ખેરગામ તાલુકાવિકસ અધિકારી કે ધારા સભ્યશ્રી નરેશ પટેલ એ પણ ધ્યાન નથી આપ્યું કે પછી ગામના લોકો ને ફક્ત વોટ બેંક પૂરતો જ ઉપયોગ કરવો હવે ખેરગામ તાલુકાવિકાસ અધિકારી અને ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ આ બે વર્ષ થી ખેરગામ તાલુકાના વડપાડા ગામની ગ્રામપંચાયત નું પાયાલેવલ સુધી આવેલા અધૂરું કામ ક્યાં અટકેલું છે તેને તપાસ કરી આગળ મકાનનું કામ ક્યારે ધપાશે અને ગામલોકોને સારી સુવિધાઓ સાથેનું પંચાયત ધર ક્યારે મળશે એ જોવું રહ્યું