ધરમપુર: એક દિવસ પહેલાં જ ધરમપુરના શેરીમાળ ગામમાં પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અનેશાળા પ્રવેશોત્સવ -2024 ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ સી. પટેલ, અને ધરમપુર અને ગામના અગ્રણી, SMC, અને વાલીઓની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયો…
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે શાળા પ્રવેશોત્સવ કેટલાક વર્ષથી આપણે વિદ્યામંદિર દ્વારા અલગ અલગ નવતર પ્રયોગ જેમાં આ વર્ષે આપણી સુરક્ષા માટે પર્યાવરણ સંવર્ધન અને વિરવલવાળા દિત્યા બાપા ના પ્રેરક પ્રસંગમાંથી પ્રેરણા લઈને… વિવિધ વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર… PAT, SAT, NMMS, બાલવાટિકા થી ધોરણ -8, પ્રથમ ત્રણ, હાજરી વાર્ષિક 100% હાજરી વિજેતા, બાળવાટિકાથી ધોરણ -8 સુધી વિદ્યામંદિર નવા પ્રવેશ દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન હેતુ 111 કેસર આંબાની કલમ આપી આવકાર અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા…
શેરીમાળની આ શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અનેશાળા પ્રવેશોત્સવ -2024 પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના પરિવાર શિક્ષકો સૌનો ખુબ ખુબ આભાર માન્યો હતો.

