ધરમપુર: વલસાડ દક્ષિણ વન વિભાગના RFOને મળેલી બાથમીના આધારે મોટી વહિયાળ ગામમાં 2 ઈસમો દીપડાને કાપેલા પગ લઈને નખનું વેચાણ કરવા કરવા પહેલાં જ દીપડાને 2 કાપેલા પગ સાથે બંને આરોપીઓને ઝડપી પાડ્યા અને બંનેની પ્રાથમિક પૂછપરછમાં મહારાષ્ટ્રમાં વેચાણ કરવાની કબૂલાત કરી લીધી હતી.

બાથમી આધારે વલસાડ દક્ષિણ વન વિભાગના આર.એસ. પુવારના માર્ગદર્શન હેઠળ નાનાપોંઢા RFO અભિજીતસિંહ સુરસિંહ રાઠોડ તથા સ્ટાફ, ધરમપુર રેન્જ સ્ટાફ, WCCB, GSPCAનાં સભ્યની ટીમે દક્ષિણ વન વિસ્તાર હેઠળ આવતા મોટી વહિયાળ વિસ્તારમાં મહારાષ્ટ્ર થી 2 ઈસમો વલસાડ જિલ્લાના વહિયાળ ખાતે આવી દીપડાને 2 પગ લાવી નખનું ગેરકાયદેસર વેચાણ કરવાના હતા તેને લઈને વોચ ગોઠવી હતી. બાતમીના 2 શંકાસ્પદ શખ્સ અટકાવી ચેક કરતા તેમની પાસેથી દીપડાને 2 કાપેલા પગ નખ સાથે મળી આવ્યા હતા.

Decision News ને મળેલી જાણકારી મુજબ બંને ગુનેગાર કપરાડાના મોટી વહીયાળ, ખાભલા ફળિયા 59 વર્ષીય, રાયસિંગભાઈ ભાણાભાઈ સાપટા અને સુરગાણાના ચિર્યાચાપાડાના 35 વર્ષીય ચંદર બંસુ શેવરે ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓને વન્યપ્રાણી ગુના હેઠળ અટક કરી જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબની કોર્ટ, કપરાડા ખાતે રજૂ કરતા કોર્ટ કસ્ટડીમાં ધરમપુર સબજેલ રખાયા છે.