વલસાડ: આજથી ગુજરાતભરમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવનું ઉદ્ઘાટન થયું છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે શાળા પ્રવેશોત્સવ ડાંગમાં થયો અને વલસાડના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પૂર્વ મંત્રી અને કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ શાળા પ્રવેશોત્સવમાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પૂર્વ મંત્રી અને કપરાડા ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી દ્વારા બાળકોને શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો. નવાગતુંક બાળકોને શાળા પ્રવેશ કરાવી, તેમને પ્રોત્સાહિત કર્યા હતા. શાળા પ્રવેશોત્સવમાં જીતુભાઇ ચૌધરીએ જણાવ્યું કે હાલના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે શાળાઓમાં પ્રવેશોત્સવ શરુ કરાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ 6 થી 14 વર્ષના તમામ બાળકોનું 100% નામાંકન થાય અને ડ્રોપ આઉટ રેશિયમ ઘટાડો, અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાનો હતો.ત્યાર બાદ ના તમામ વર્ષે ગુજરાત સરકાર – શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓના નવા સત્રની શરૂઆતે દરેક સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ નિયમિત કરવામાં આવે છે.

વાલીઓમા પણ શિક્ષણ બાબતે જાગૃકતા આવી છે. શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોથી લોકોમાં જાગૃતિ આવી અને લોકો શિક્ષણનું મહત્વ પણ સમજતા થયા. આજે સમગ્ર વિસ્તારમાં શિક્ષણની ભૂખ જાગી છે. પૈસાદાર ના છોકરાઓ ભણે એવું નથી આજે ગરીબ ઘરના છોકરાંઓ પણ ભણી ને આગળ નીકળી ગયા છે. સમગ્ર રાજ્યમાં આજથી ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 નો શુભારંભ થયો છે ત્યારે કપરાડા તાલુકાના ભાતાડી પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહી ભારતના ઉજ્જવળ ભવિષ્ય એવા ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવડાવી શાળાના આંગણમાં વૃક્ષારોપણ કર્યું.

આ પ્રસંગે કપરાડા તાલુકા પંચાયત ન્યાય સમિતિ અધ્યક્ષ કાશુભાઈ ભસરા, સી.આર.સી.ના અધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા. શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ માં શિક્ષક મિત્રો એ પણ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

શાળા પ્રવેશોત્સવના આ ૨૧મા તબ્બકામા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત વિવિધ કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, સચિવશ્રીઓ તેમજ પદાધિકારીશ્રીઓ, રાજ્યની પ્રાથમિક શાળાઓમા બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવશે.